રવિવારે પણ અમદાવાદ એરપોર્ટ ઉપર આવતી -જતી 33 જેટલી ફ્લાઇટોના શિડયુલ ખોરવાયા હતા. જેમાં અબુધાબી, દુબઇ, વિયેતનામની ત્રણ ફ્લાઇટોનો પણ સમાવેશ થાય છે.


દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ધુમ્મસની સ્થિતિ સહિતના કારણોસર ફ્લાઇટો તેના નિર્ધારિત સમય કરતા મોડી આવી હતી. જેના કારણે ફ્લાઇટો અમદાવાદથી પણ મોડી ઉપડી હતી. મુસાફરો અને તેમને લેવા મૂકવા આવનાર સગાંઓને હાલાકીમાં મુકાવવું પડયું હતું.

સ્પાઇસ જેટની દુબઈ, ગોવા, જયપુર અને અયોધ્યાથી અમદાવાદ આવતી ફ્લાઇટો રવિવારે મોડી પડી હતી. સ્પાઇસજેટ દુબઇ-અમદાવાદ એક કલાક મોડી પડી સવારે 9:10 કલાકે અમદાવાદ લેન્ડ થઇ હતી. ગોવા-અમદાવાદ પણ એક કલાક મોડી પડી સવારે 10:36 કલાકે, જયપુર-અમદાવાદ સવારે અડધો કલાક મોડી પડી 7:05 કલાકે , અયોધ્યા-અમદાવાદ બપોરે 2:50ને બદલે 4:14 કલાકે અમદાવાદ લેન્ડ થઇ હતી.

ઇન્ડિગોની મુંબઇ-અમદાવાદ રાત્રે 12:25ને બદલે 1:08 કલાકે આવી હતી. અબુધાબી-અમદાવાદ સવારે એક કલાક મોડી પડીને 6:26 કલાકે આવી હતી. દિલ્હી-અમદાવાદ સવારે 7:45ને બદલે 8:10 કલાકે, બેગલુરૂ-અમદાવાદ સવારે 8:55ને બદલે 10:19 કલાકે, હૈદરાબાદ-અમદાવાદ સવારે 9:45ને બદલે 10:22 કલાકે, કોચી-અમદાવાદ બપોરે 2:50ને બદલે 3:13 કલાકે, મુંબઇ-અમદાવાદ સાંજે 5:50ને બદલે સાંજે 6:28 કલાકે, બેગલુરૂ-અમદાવાદ સાંજે 7:20ને બદલે 8:11 કલાકે અમદાવાદ એરપોર્ટ ઉપર લેન્ડ થઇ હતી.

ઇતિહાદની અબુધાબી-અમદાવાદ સવારે 6:30ને બદલે બે કલાક મોડી પડીને સવારે 8:14 કલાકે અમદાવાદ લેન્ડ થઇ હતી. એર ઇન્ડિયાની ન્યુ દિલ્હી-અમદાવાદ ધુમ્મસના કારણે ન્યૂ દિલ્હીથી તેના નિર્ધારિત સમય સાંજે 6:00 કલાકને બદલે 6:42 કલાકે ઉપડી હતી.


  • Follow us on: