અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું 2025-26ના વર્ષનું ડ્રાફ્ટ બજેટ આવતીકાલે રજૂ કરવામાં આવશે. 2025ના વર્ષના અંતે AMCની ચૂંટણી યોજાનાર હોવાથી નવા કરવેરા લાદવામાં આવે તેવી શક્યતા નહિવત છે.AMC કમિશનર એમ. થેન્નારસન દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવનાર ડ્રાફ્ટ બજેટનું કદ રૂ. 13,500 કરોડ જેટલું રહેવાની શક્યતા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2,070ના વર્ષ સુધી 'નેટ ઝીરો એમીશન'ના વિઝનને સાકાર કરવાની નેમ સાથે AMC દ્વારા 2025-26ના વર્ષના બજેટમાં પર્યાવરણલક્ષી પ્રોજેક્ટસ પર ભાર મૂકવાની શક્યતા છે. AMCના આવતીકાલે રજૂ થનારા ડ્રાફ્ટ બજેટમાં ક્લાઈમેટ ચેઈન્જ, રીન્યુએબલ અનર્જી પર ભાર મૂકવા, શહેરમાં વ્હાઈટ ટોપીંગ રોડ અને આઈકોનિક રોડમાં વધારો કરવા, શહેરમાં વધુ સ્થળે રેલવે અન્ડરપાસ અને ઓવરબ્રિજ બનાવવા સહિત શહેરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા સુદ્રઢ બનાવવા પર ભાર મૂકવામાં આવે તેવી શક્યતા છે.










