શહેરમાં તકલાદી કામગીરીના કારણે લોકોની હેરાનગતિ થવું હવે સામાન્ય બાબત બની રહી છે. પૂર્વના વિવિધ વિસ્તારોમાં તંત્ર દ્વારા પાણી અને ગટરની લાઈન માટેની કામગીરી તો કરવામાં આવી રહી છે પરંતુ તેની યોગ્ય કાળજી રાખવામાં ન આવતાં લોકોની હાલાકીમાં વધારો થઈ રહ્યો છે.


હજી થોડાં દિવસ પહેલાં જ CTM પાસે આવેલા જોગેશ્વરી ચાર રસ્તા નજીક પાણીના લાઈન માટેની કામગીરી કરી હતી. જેના પર અચાનક મંગળવારે સવારે પાણી આવવાના સમયે સર્વિસ રોડ પર પાણીની લાઈન તૂટી ગઈ હતી. આ કારણે 15 ફુટ ઊંચો ફુવારો ઉડયો હતો. પાણીની પાઇપલાઇન તૂટી જવાના કારણે હજારો લિટર પાણી વેડફાય ગયું હતું. આ અંગે સ્થાનિકોએ જણાવ્યું કે, મંગળવારે જોગેશ્વરી પાર્ક ચાર રસ્તા પાસે સર્વિસ રોડ ઉપરની એક પાણીની પાઇપલાઇનમાં કોઈ કારણોસર ભંગાણ સર્જાયું હતું. પૂરતા પ્રેશરથી પાણી આવતું હોવાના કારણે ફુવારો ઉડયો હતો. ત્યાંથી પસાર થતા લોકોને ખૂબ જ તકલીફ્ પડી હતી. બંને તરફ્થી આવતાં વાહન ચાલકો પણ અવરજવરમાં તે સાઈડમાંથી વાહન પસાર કરવા પડયા હતા. ભંગાણના કારણે પાણી વહેતું હોવાને પગલે પાણીનો વેડફટ થતો હોવાનું મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રને પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. જે પછી તંત્રએ હાલમાં લાઈન બંધ કરીને સંતોષ માન્યો છે.


  • Follow us on: