નારોલ ચાર રસ્તા પાસે મજુરોની રાહ જોઇને ઉભેલા વેપારીને પોલીસના સ્વાંગમાં આવેલા ત્રણ લોકોએ વેશ્યાવૃત્તિ કરાવે છે કહી ડરાવીને 28 હજાર પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે.
વસ્ત્ર્રાલમાં રહેતા મણીકંદન દેવર ડેકોરેશનનો ધંધો કરે છે. ગત 4 એપ્રિલે નારોલ ચાર રસ્તા પાસે મજુરો લેવા માટે ઉભો હતો. પરંતુ કારણોસર મજુરો નહી મળતા તે તેનું એકટીવા લઈને ઘરે જવા માટે નીકળ્યો હતો. ત્યારે ઘોડાસર બ્રીજ પહોંચ્યો ત્યાં એક બાઈક પર આવેલા બે શખ્સોએ યુવકને પોતે પોલીસ હોવાનું કહીને ઉભો રાખ્યો અને વેશ્યાવૃતિનો ધંધો ક્યારથી શરુ કર્યો તેમ કહીને યુવકને દમ દાટી આપવા લાગ્યા હતા. ત્યારબાદ બનાવટી પોલીસ તરીકે આવેલા બંને શખ્શોએ યુવકનું એકટીવા લઇ લીધું અને બીજા શખ્સે યુવકને બાઈકની પાછળ બેસાડી દીધો અને ઘોડાસર કોન્ફ્ી હોટલ પાસે સુમસામ ગલીમાં લઇ ગયા હતા. ત્યાં આગળ યુવકને ગાળો બોલીને લાફ માર્યા હતા. અને કેસમાંથી પતાવટ કરવી હોય તો મારા સિનીયર પી.આઈ સાથે વાત કરૂ એ કહેશે તો જવા દઈશું નહીતર કેસ દાખલ થશે. જેથી મણીકંદનભાઇ ગભરાઇ ગયા હતા. ત્યારે શખ્સોએ ફોન પર વાત કરાવી ત્યારે 1 લાખ રૂપિયાની માંગણી કરી હતી. પરંતુ વેપારી પાસે રૂપિયા ન હોવાનું કહેતા બાઈક પર આવેલા બનાવટી પોલીસે યુવકને રસ્તામાં ઢોર માર માર્યો અને બેલેન્સ જોવા માટે મોબાઈલમાં રહેલી ફોન-પે જોતા તેમાં 40 હજાર જોવા મળ્યા હતા. જેમાંથી બંને લૂંટારુઓએ યુવક પાસેથી રૂ. 28 હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લૂંટ ચલાવી હતી. આ અંગે વેપારીએ ઇસનપુર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યાસીન ઉર્ફે પપૈયો શબ્બીરભાઈ કુરેશી, મોહસીન રફ્કિભાઈ શેખ , અબરાર અબ્દુલ સતાર પઠાણની ધરપકડ કરી હતી.










