રખિયાલમાં યુવતી અને તેના મિત્ર બંને વચ્ચેના અંગત પળોનો વીડિયો બનાવીને ત્રણ લોકોએ વાઈરલ કર્યા હતા.
જેમાં મિત્રની મદદથી એનજીઓમાં મદદ લેવા ગયેલી યુવતી અને યુવક વચ્ચેની અંગત પળોનો વિડીયો એનજીઓના ત્રણ કર્મીઓ બનાવી અઢી વર્ષ બાદ સોશિયલ મીડિયામાં વાઈરલ કરતા ફરિયાદ નોંધાઈ છે.
રખિયાલમાં પતિ સાથે રહેતી પરણીતા અઢી વર્ષ પહેલા જુહાપુરામાં સંબંધીના લગ્ન પ્રસંગમાં ગઈ હતી. ત્યાં આગળ નાજીમોહમંદ સુલતાન પઠાણ સાથે મિત્રતા થયા બાદ બંને મોબાઈલમાં અવારનવાર વાતચીત કરવા લાગ્યા હતા. વાતચીત દરમિયાન પરણિતા યુવકના પ્રેમમાં પડી ગઈ હતી. આ દરમિયાન યુવક પોતે પ્રેસ રિપોર્ટર છે તેમ કહ્યું હતું અને રખિયાલમાં શોપિંગ કોમ્પ્લેક્ષમાં એનજીઓમાં કામ પણ કરે છે. તેમ જણાવ્યું હતું. જેથી યુવતીને યુવક પર વિશ્વાસ આવી જતા યુવકને પોતાની આપવીતી જણાવીને કહ્યું કે તું પ્રેસ રિપોર્ટર છે અને એનજીઓમાં કામ પણ કરે છે. તું મારું એક કામ કરીશ કહીને યુવતીએ કહ્યું કે મારા રૂ. 2.70 લાખ એક બિલ્ડર પાસે ફ્સાઈ ગયા છે. ઘણા સમયથી માંગીએ છીએ પરંતુ આપતો નથી. અને તારી એનજીઓ વાળા ભેગામળીને કોઈ પણ રીતે રૂપિયા પાછા મેળવી આપોને. ત્યારબાદ યુવક યુવતીને લઈને રખિયાલ ખાતે આવેલી એનજીઓમાં લઇ ગયો જ્યાં આગળ યુવતી પાસે રૂ.5 હજાર ટોકન ફી પેટે ભરાવ્યા હતા. બાદમાં એનજીઓના ટ્રસ્ટી તથા વકીલે બાહેધરી આપી હતી કે એક સપ્તાહમાં તમારા રૂપિયા અમારી પાસેથી આવીને લઇને જજો. પરંતુ એક અઠવાડીયા બાદ પણ યુવતીના રૂપિયા અંગે કોઈ માહિતી નહી મળતા યુવતી એનજીઓની ઓફ્સિે પહોંચી ગઈ હતી. ત્યારે એનજીઓની ઓફ્સિમાં સોહરત સૈયદ ઉર્ફે સન્ની, એડવોકેટ વી.એ.શેખ તથા રફીક નુરી હાજર હતા. થોડીવાર બાદ યુવતીનો મિત્ર પણ આવ્યો અને બાદમાં અન્ય ત્રણ લોકો એનજીઓમાંથી બહાર નીકળી ગયા હતા. ત્યારબાદ યુવતી અને યુવક અંગતપળો માણી રહ્યા હતા. આ તમામ બાબતનું વીડિયો રેકોર્ડીંગ કરીને સોશિયલ મીડીયાના ગ્રુપમાં અઢી વર્ષ બાદ વાયરલ કરવામાં આવ્યું હતું. જેની જાણ યુવતી અને તેના મિત્ર નાજીમોહમંદ સુલતાન પઠાણને થતા બંનેએ આ અંગે સોહરત સૈયદ ઉર્ફે સન્ની, એડવોકેટ વી.એ.શેખ તથા રફીક નુરી વિરુદ્ધ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.