નવા નરોડામાં રહેતા નિમેષભાઈ સોની બે વર્ષથી ભાતગામ ધોળકા હાઈવે પર માતાજીના દર્શને જતા હતા. ત્યાં આગળ જીગર પંચાલ, અને પ્રતિક પંચાલ સાથે ઓળખાણ થતા મિત્રતા બંધાઈ હતી.
આ દરમ્યાન નિમેષભાઈની સાસુને કેન્સરની બીમારી થતા સારવાર માટે તેમણે જીગર પંચાલ અને પ્રતિક પંચાલ પાસેથી હાથ ઉછીના 12 લાખ લીધા હતા. આ સમયે તેમની પાસેથી આ બંનેએ કોરા ચેક લીધા હતા. ત્યારબાદ નિમેષભાઈએ થોડાથોડા કરીને બંનેને રૂપિયા ચુકવી આપ્યા હતા. તેમ છતાં ગત 19 એપ્રિલે જીગર પંચાલ, પ્રતિક પંચાલ અને ભગીરથ વાઘેલા નિમેશભાઈના ઘરે આવ્યા અને બાકીના પૈસાની ઉધરાણી કરવા લાગ્યા હતા. જેથી નિમેષભાઈએ કહ્યું કે તમામ રૂપિયા ચૂકવી દીધા હોવાનુ કહેતા જીગરે નિમેશભાઈને માર માર્યો અને તેનુ ઉપરાણુ લઈને પ્રતિક પંચાલે કહ્યુ હતુ કે પૈસા નહી આપે તો તને જાનથી મારી નંખાવી ધમકી આપી હતી. આ સમયે ભગીરથ વાઘેલાએ કહ્યુ કે તમારે પૈસા આપવા પડશે નહીં તો ખેતી કરાવીને પૈસા વસુલ કરીશુ. આ અંગે કૃષ્ણનગર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










