નિકોલમાં ઝડપથી વિકાસના કામ ચાલી રહ્યા છે. જેના કારણે એક તરફ સ્થાનિકોના માટે સુખાકારીનો વધારો થઈ રહ્યો છે ત્યારે બીજી તરફ અણઘડ પ્લાનિંગના કારણે લોકોમાં મુશ્કેલી વધી રહી છે.


આ અંગે ફરિયાદ કરતાં નિકોલના સ્થાનિકોએ જણાવ્યું કે, નિકોલ ગામના ખોડલઘામ થી આગળ ફેર્ચ્યુન સર્કલની બાજુમાં આવેલ અતુલ્ય બંગ્લોઝની પૂર્વ બાજુએ આવેલ રાઘે પાર્ટી પ્લોટ થી 108ની ઓફિસ તરફના ઉત્તર દિશા તરફ્ જતા 60 ફ્ુટ ટી.પી. રોડ ખુલ્લો કરવામાં આવે તો ટ્રાફિકમાંથી મોટી રાહત મળી શકે છે.

હાલમાં આ વિસ્તારમાં સંખ્યા બંધ નવા એપોર્ટમેન્ટ બંધાઇ રહ્યા છે ત્યારે આ વિસ્તારના નાગરિકોને રિંગ રોડ તથા 108 ઓફિસ અને નરોડા તરફ્ જવા આવવાનો એકમાત્ર રોડ છે. જેને જો તાત્કાલિક ધોરણે ખોલવામાં આવે તો સ્થાનિક રહીશોનો પણ ટ્રાફિકમાંથી મોટી રાહત મળી શકે છે. આ ઉપરાત ફેર્ચ્યુન સર્કલની આજુબાજુના તમામ રોડ પહોળા કરી રિસરફ્ેસ કરવા માગણી કરવામાં આવી છે. કારણ કે છેલ્લા બે વર્ષથી આ વિસ્તાર નો ખૂબ જ ઝડપથી વિકાસ થયેલ છે આ ઉપરાંત આ વિસ્તારમાં મેડિકલ કોલેજના બિલ્ડિંગનું કામ પણ ટૂંક સમયમાં ચાલું થવાનુ હોય લોકોને આ રોડ ખુલ્લો કરવાથી રાહત થશે. તેવી જ સ્થાનિકોની રજૂઆત રહેલી છે.


  • Follow us on: