ચંડોળા તળાવ પાસેથી ફરીથી બે ગેરકાયદેસર રહેતા બે બાંગ્લાદેશી યુવકોને ઇસનપુર પોલીસે ઝડપી પાડયા છે. આ અંગે ઇસનપુર પોલીસે ગુનો નોંધીને આરોપીઓ કેવી રીતે અમદાવાદ આવ્યા તે દિશામાં તપાસ શરૂ કરી છે.
ગેરકાયદેસર ઘૂસણખોરી કરીને મોટાપ્રમાણમાં બાંગ્લાદેશીઓ પૂર્વ વિસ્તારમાં ચંડોળા તળાવની ફરતે રહેતા હોવાથી અવાર નવાર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવે છે. આ દરમિયાન ઇસનપુર પોલીસે બાતમીના આધારે સુઝોન ઇબાદતરતુન શેખ અને હરમાન રૂબેલસોહેદ શેખને ઝડપી પાડયા હતા. બંને આરોપીઓ પાસે પોલીસે વિઝા અને પાસપોર્ટ અંગે તપાસ કરતા ઘૂસણખોરી કરીને આવ્યાનો ઘટસ્ફોટ થયો હતો. જેથી બંને આરોપીઓ અમદાવાદ કેવી રીતે આવ્યા તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથધરી છે. મહત્વનું છે કે, ક્રાઇમ બ્રાન્ચે થોડા દિવસો અગાઉ મોટાપ્રમાણમાં બાળકો, મહિલાઓ સહિત મોટાપ્રમાણમાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ ઝડપ્યા હતા.










