અમરાઈવાડીમાં રહેતા દુષ્યંતભાઈ રાજપૂત ધૂળેટીના તહેવારની સાંજે ચાલીના નાકે આંટો મારવા નીકળ્યા હતા.
ત્યારે પાડોશી પવન બેઠો હતો અને દુષ્યંતભાઈને ધૂળેટીનો તહેવાર છે મને દારુ પિવડાવ જેથી યુવકે તેની પાસે રૂપિયા નથી તેવું કહેતા આરોપી પવન તેની સાથે મારમારી કરવા લાગ્યો હતો આ દરમિયાન પવનનો ભાઈ પણ આવી ગયો અને ક્યાંકથી તલાવર લઈને આવ્યો અને દુષ્યંતભાઈના માથામાં તલવારનો એક ઘા મારી દીધો હતો. બુમાબુમ થતા આસપાસના લોકો અને દુષ્યંતભાઈની માતા પણ આવી પહોંચ્યા આ દરમિયાનમાં પવન અને તેનો ભાઈ તકનો લાભ લઈને નાસી છુટયા હતા. સ્થાનિકોએ ઇજાગ્રસ્ત દુષ્યંતભાઈને સારવારઅર્થે હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. આ અંગે દુષ્યંતભાઇએ બંને શખ્સો સામે અમરાઇવાડી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.










