શહેરના પૂર્વ વિસ્તારમાં બે અકસ્માતમાં બે વ્યક્તિઓના મોત અને ત્રણ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં દિલ્લી દરવાજા પાસે શ્વાન વચ્ચે આવતા રિક્ષાચાલકે બેલેન્સ ગુમાવતા ટ્રકની પાછળ ઘૂસી જતા ત્રણ પેસેન્જરને ઇજાઓ થઇ હતી અને રિક્ષાચાલકનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ.


ત્યારે સોનીની ચાલી પાસે અજાણ્યા કારચાલકે રોડ ક્રોસ કરી રહેલ યુવકને અડફેટે લેતા મોત નિપજ્યુ હતુ. બંને બનાવોમાં ટ્રાફ્કિ પોલીસે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.

ચાંદલોડિયામાં રહેતા વિજયભાઇ દંતાણી શાકભાજીની લારી ધરાવી ધંધો કરે છે. ગત 22 મેએ સવારના સમયે તેઓ કાલુપુર માર્કેટ જવા માટે ચાંદલોડિયા બ્રિજ પરથી રિક્ષામાં બેઠા હતા. ત્યારે અન્ય બે પેસેન્જર પણ બેઠા હતા. ત્યારે દુધેશ્વરથી દિલ્લી દરવાજા જતા રોડ પર લીલામણી કોમ્પલેક્ષ પાસે રોડ પર કૂતરૂ આવી જતા રિક્ષાચાલકે બેલેન્સ ગુમાવતા આગળ ઉભેલ આઇસર ટ્રકની પાછળ રિક્ષા ઘૂસી ગઇ હતી. ત્યારે વિજયભાઇ ફ્ંગોળાઇને સાઇડમાં રોડ પર પડતા ઇજાઓ થઇ હતી. ત્યારે અન્ય બે પેસેન્જર 65 વર્ષીય નારણભાઇ અને 57 વર્ષીય કંકુબેન સોલંકીને ગંભીર ઇજાઓ થઇ હતી. ત્યારે રિક્ષાચાલક 54 વર્ષીય કિર્તિસિંહ ઝાલા ટ્રક અને રિક્ષાની વચ્ચે ફ્સાઇ જતા ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. તેમજ ઇજાગ્રસ્ત ત્રણેયને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ અંગે એલ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે રિક્ષાચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે બીજા બનાવમાં ઓઢવમાં 44 વર્ષીય રાજુભાઇ પટણી પરિવાર સાથે રહેતા હતા. ગત 21મેએ રાત્રીના સમયે ગરમી લાગતી હોવાથી તેઓ ફ્રવા નીકળ્યા હતા. ત્યારે સોનીની ચાલી પાસે રોડ ક્રોસ કરી રહ્યા હતા તે સમયે પુરઝડપે આવી રહેલ કારચાલકે તેમને અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોચી હતી. ત્યારે સારવારઅર્થે રાજુભાઇને લઇ જતા ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે પત્નીએ આઇ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કારચાલક સામે ફરીયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.


  • Follow us on: