ગુજરાત રાજ્યમાં ચાલતા કેટલાક સંવેદનશીલ કેસોમાં જેવા કે મોરબી બ્રિજ દૂર્ઘટના કેસોમાં પીડિતો તરફી કોર્ટ સમક્ષ ન્યાય માટેની ગુહાર લગાવનારા અને વકીલાતનો વ્યવસાય કરતા મણિનગરના વકીલને ઇન્ટરનેશનલ નંબર પરથી અજાણ્યા લોકોએ જાનથી મારી નાંખવા સુધીની ધમકીઓ આપી છે. આ અંગે વકીલે મણિનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે બીજી તરફ નિકોલમાં એક્ટિવા આગળ લેવાનું કહેતા બે શખ્સોએ હાઇકોર્ટના વકીલને માર માર્યો હતો. આ અંગે વકીલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


મણિનગરમાં રહેતા ઉત્કર્ષ દવે વકીલાત તરીકે પ્રેક્ટિસ કરે છે. જેમાં મોરબી બ્રિજ દુર્ઘટના જેવા કેસોમાં પીડિતોને ન્યાય અપાવવા માટે થઈને કોર્ટમાં લડત આપતા આવ્યા છે. યમન દેશ અને ભુતાનથી ફોન આવવાના શરુ થઇ ગયા છે. અજાણ્યા નંબર પરથી ફોન કરનાર વ્યક્તિ કશું સમજ્યા વગર વકીલને બીભત્સ ગાળો ફોનમાં આપી હતી. શરૂઆતમાં આ તમામ ફોન કોલ્સને વકીલે બહુ મહત્વ આપ્યું ન હતું પરંતુ આ સિલસિલોે યથાવત્ રહ્યો હતો. બાદમાં સ્કાઈપી મારફતેે અલગ અલગ એપ્લિકેશન થકી ઇન્ટરનેશનલ નંબર પરથી ફોન આવવાના શરુ થઇ ગયા જેમાં ગત જાન્યુઆરી અને ફેબ્રુાઆરી મહિનામાં ચોક્કસ એપ્લિકેશન વડે ફોન કરીને કહ્યું કે, વકીલ તું એકલો દેખાયો તો તને પાડી દેવાનો છે કહીને ફોન કાપી નાખ્યો હતો. કંટાળીને વકીલે મણિનગર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ નિકોલમાં રહેતા વત્સલ શર્મા ગુજરાત હાઇકોર્ટમાં વકીલાત કરે છે. જેમાં ગત 14 માર્ચે તેઓ કાર લઇને મિત્રને મળવા જતા હતા ત્યારે લીલીવાડી સર્કલ પાસે પહોંચ્યા તે સમયે બે શખ્સો એક્ટિવા ઉભી રાખીને ટ્રાફિક કરતા હતા. જેથી વત્સલભાઇએ તેમને આગળ લેવાનું કહેતા બંનેએ કાર પર પથ્થરો માર્યા અને વત્સલભાઇને ફટકાર્યા હતા. આ અંગે વત્સલભાઇએ બંને શખ્સો સામે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફ્રિયાદ નોધાવી છે.


  • Follow us on: