સિવિલ હોસ્પિટલમાં મહાવીર જયંતીના પવિત્ર દિવસે થયેલા બે અંગદાન થકી કુલ 8 લોકોને નવજીવન આપીને તેમનું જીવન કાર્યક્ષમ બનાવવામાં સફ્ળતા મળી છે.


પ્રથમ અંગદાનમાં હિંમતનગર સાબરકાંઠાના 41 વર્ષીય ભદ્રશીલાબેનને 7 એપ્રિલના રોજ બાઇક સ્લીપ થતા પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. તેઓને અમદાવાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જે પછી 9 એપ્રિલના ડૉક્ટરો દ્વારા તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ પછી અંગદાન અંગે તબીબોની ટીમે પરિવારજનોને મહત્વ સમજાવવામાં આવ્યું અને તેમના પતિએ ઉમદા નિર્ણય કરીને અન્યોની પીડા દૂર કરવાનો નિર્ણય કર્યો. જેમાં અંગદાનમાં 2 કીડની, એક લીવર, એક સ્વાદુપિંડ તેમજ એક હૃદયનું દાન મળ્યુ હતું.

આ તરફ બીજા કિસ્સામાં અમદાવાદના 25 વર્ષના યુવાનને પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જે પછી 6 એપ્રિલના સિવિલમાં ખસેડાયા હતા. આ દરમિયાન 9 એપ્રિલના ડોકટરોની ટીમે દર્દીને બ્રેઈન ડેડ જાહેર કરાયા હતા. જે પછી પરીવારજનોને જણાવતા તેમના અંગદાન થકી બીજા કોઇનો જીવ બચાવવા ગુપ્ત અંગદાન કરવાનો નિર્ણય કર્યો. તેમના અંગદાનથી બે કીડની અને એક લીવરનું દાન આપ્યું હતું.

આ બંને અંગદાનથી મળેલ 4 કીડની અને 2 લીવર તેમજ એક સ્વાદુપિંડને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં તેમજ હૃદયને સિવિલ મેડીસીટી કેમ્પસની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દર્દીમાં પ્રત્યારોપણ કરી દર્દીઓને નવજીવન અપાશે.


  • Follow us on: