જેતલપુર-ચોસર રોડ પર આવેલ કંપનીમાં બે બુકાનીધારી ચોર દિવાલ કૂદીને અંદર ઘૂસીને કુલ રૂ. 13.51 લાખનો કોપરનો માલસામાન ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. આ અંગે કંપનીના એકાઉન્ટ્ન્ટે નારોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોરો સામે ફરિયાદ નોધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.


હાથીજણ વિનોબાભાવેનગરમાં રહેતા વિકાસભાઇ ઝા જેતલપુરમાં આવેલ ખાનગી કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરે છે. ગત 21 ફ્રેબ્રુઆરીએ તેઓ ઘરે હતા તે સમયે કંપનીના માલિકનો ફેન આવ્યો હતો અને જણાવ્યુ કે કંપનીમાં ચોરી થઇ છે તમે પહોચો. જેથી વિકાસભાઇ તાત્કાલિક કંપનીએ પહોચ્યા હતા. બાદમાં પ્રોડકશન વિભાગમાં જતા બધો સામાન અસ્ત વ્યસ્ત પડયો હતો. બાદમાં કંપનીમાં તપાસ કરતા કોપરના બસબારના પાટા જણાઇ આવ્યા ન હતા. ત્યારે કુલ રૂ. 13.51 લાખના કોપરના માલસામાનની ચોરી થઇ હોવાનું સામે આવ્યુ હતુ. સીસીટીવી ફૂટેજ જોતા બે બુકાનીધારી શખ્સો કંપનીની દિવાલ કૂદીને ઘૂસ્યા હતા અને ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. આ અંગે વિકાસભાઇએ અજાણ્યા ચોર સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.


  • Follow us on: