અમદાવાદ જિલ્લા ગ્રામ્યના ધોળકાની નિકટ આવેલા ઐતિહાસિક સ્થળ લોથલ ખાતે બુધવારે ભારત સરકારના વિદેશ મંત્રીએ નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ(NMHC) પ્રોજેક્ટ સ્થળની મહત્વપૂર્ણ મુલાકાત લીધી હતી.


આ મુલાકાત ભારતના સમૃદ્ધ દરિયાઈ વારસાને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે સરકારની સતત પ્રતિબદ્ધતા દર્શાવે છે. મંત્રીએ સિંધુ ખીણની પ્રાચીન સંસ્કૃતિના એક મુખ્ય શહેર લોથલ ખાતે પુરાતત્વીય સર્વેક્ષણ ભારત(ASI) સાઇટની મુલાકાતથી શરૂઆત કરી. આ સ્થળની ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ વિશે મંત્રીને સંસ્કૃતિ મંત્રાલયના એએસઆઈના અધિક અને મહાનિર્દેશક દ્વારા માહિતી આપવામાં આવી અને અત્રે ચાલી રહેલા ખોદકામની કામગીરી અને તેના તારણો વિશે તજજ્ઞો દ્વારા તેમને વિગતો આપવામાં આવી હતી. ત્યારબાદ

મંત્રી NMHC પ્રોજેક્ટ સાઇટ પર ગયા હતા. જ્યાં તેમને પ્રોજેક્ટની પ્રગતિ, દ્રષ્ટિ અને અનન્ય વિશેષતાઓ દર્શાવતી વિગતવાર માહિતી આપવામાં આવી હતી. મંત્રીએ NMHC પ્રોજેક્ટના વિવિધ મુખ્ય ઘટકો જેવા કે જેટ્ટી બ્લોક, એન્ટ્રી બ્લોક, લોથલ ટાઉન રિક્રિએશન, લોથલ કોરિડોર, છ રાજ્ય-સ્તરના મ્યુઝિયમ ગેલેરીઝ, વોટર હોલ્ડિંગ ટાંકી, IL 38 ભારતીય નૌકાદળનું પરિવહન વિમાન INS નિશાંકની માહિતી મેળવી હતી.


  • Follow us on: