અમદાવાદના વાડજ પોલીસ સ્ટેશન દ્વારા AMCની એસ્ટેટ અને ટોરન્ટની ટીમે સાથે મળીને જુના અને નવા વાડજ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલા અનધિકૃત બાંધકામો દૂર કરવાની મહત્ત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી.આ કાર્યવાહી હેઠળ કૌશિક ઉર્ફે ગોટલી રાધેશ્યામ ઓડ (જુના વાડજ), રાહુલ ઉર્ફે ગોલ્ડન પુનમભાઇ ઓડ (વણઝારા વાસ, જુના વાડજ), ભરત ઉર્ફે કાઠીયાવાડી ભીખાભાઇ મેવાડા (કૃષ્ણનગરની ચાલી, નવા વાડજ) અને હર્ષદ ઉર્ફે હકુડો ગણેશભાઇ રાઠોડ (હનુમાનપુરા, જુના વાડજ) દ્વારા કરાયેલા ગેરકાયદેસર બાંધકામોને દૂર કરવામાં આવ્યા.
પોલીસે ઝડપ્યા ચોરીના વાહનો
વાડજ પોલીસની આ કાર્યવાહીથી અસામાજિક તત્વો પર નિયંત્રણ મુકવામાં આવશે અને જાહેર સ્થળો પર ગેરકાયદેસર કબ્જા કરનારા લોકો માટે કડક સંદેશો જશે.નંબર પ્લેટ વગરના ચોરીના મોટર સાયકલ સાથે આરોપીને પકડી રામોલ પોલીસ સ્ટેશને વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે,બીજી તરફ જી.આઇ.ડી.સી વટવા પોલીસ સર્વેલન્સ ટીમે બે વાહન ચોરીના અનડીટેક્ટ ગુના શોધી કાઢયા છે.
અમદાવાદમાં પોલીસકર્મીઓની કરાઈ આંતરિક બદલી
અમદાવાદ શહેરના 38 પોલીસકર્મીની ક્રાઇમ અને ટ્રાફિક વિભાગમાં બદલી કરવામાં આવી છે. પોલીસ કમિશનર જી. એસ. મલિકે પોલીસ કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ સહિતના 38 પોલીસકર્મીની આંતરિક બદલીના આદેશ આપ્યા છે. પોલીસ કમિશનર આ કાર્યવાહીથી પોલીસબેડામાં ખળભળાટ શરૂ થઇ ગયો છે. થોડા દિવસો અગાઉ સુરેન્દ્રનગરમાં 215 પોલીસ કર્મચારીની તાત્કાલિક અસરથી બદલી કરાઈ હતી.
10 લોકોને તડીપાર કરવામાં આવ્યા
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પોલીસ કમિશનરશ્રી જી.એસ. મલિક નાઓના આદેશ મુજબ તારીખ 26 માર્ચના રોજ ગોમતીપુર, બોડકદેવ, ખોખરા, વેજલપુર, બાપુનગર, જીઆઈડીસી, સરદારનગર, શહેરકોટડા, નારણપુરા, નિકોલ, રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં અલગ અલગ અસામાજિક પ્રવૃતિ કરતા કુલ ૨૩ ઈસમો પૈકી ૧૩ વિરુદ્ધ પાસાની કાર્યવાહી તેમજ ૧૦ ને તડીપાર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
3 દિવસમાં રોંગ સાઈડ વાહન ચલાવનારા 112 લોકો સામે FIR દાખલ
અમદાવાદ ટ્રાફિક પોલીસે તારીખ 21થી 23 માર્ચ દરમિયાન રોંગ સાઈડના સ્પોટ પર આવતા વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરી છે અને ત્રણ દિવસમાં 112 લોકો સામે FIR નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદમાં શહેરમાં અકસ્માત અને ટ્રાફિકની સમસ્યા સતત વધી રહી છે. જેથી ટ્રાફિક પોલીસે અવાર નવાર ડ્રાઈવ યોજીને વાહન ચાલકોને દંડ ફટકાર્યા હતા. પરંતુ તેમ છતાં વાહન ચાલકો નિયમનું પાલન કરવાના બદલે વધારે નિયમો તોડતા જોવા મળ્યા છે. જેથી હાઈકોર્ટના આદેશ બાદ હવે ટ્રાફિક પોલીસે ફરિયાદ નોંધીને વાહન ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે.









