• ધરમેન્દ્ર ઉર્ફે ધમો દશરથજી ઠાકોરની વાસણા પોલીસે કરી ધરપકડ
  • ઉસામા સાહીદ ઉર્ફે ભુરો જેણે ધરમેન્દ્રને ડ્રગ્સ આપ્યુ છે
  • નારાયણનગર રોડ પર આવેલ એકતા ટાવર પાસે ઝડપાયું ડ્રગ્સ

અમદાવાદમાં ડ્રગ્સ પકડાવાનો સિલસિલો યથાવત છે,ત્યારે અમદાવાદની વાસણા પોલીસે 24 ગ્રામ એમડી ડ્રગ્સના જથ્થા સાથે વાસણાના ધરમેન્દ્ર ઉર્ફે દશરથજી ઠાકોરની ધરપકડ કરી છે,આ આરોપી ડ્રગ્સ લઈને નારાયણનગર રોડ પર આવેલા એકતા ટાવર પાસે ઉભો હતો તે દરમિયાન પોલીસે બાતમીના આધારે તેની ધરપકડ કરી છે.

વાસણા પોલીસે ઝડપ્યું ડ્રગ્સ

અમદાવાદમાં વાસણા પોલીસે ડ્રગ્સ ઝડપીને એક આરોપીની ધરપકડ કરી છે,આરોપી વાસણાનો રહેવાસી છે અને જેની પાસેથી ડ્રગ્સ લીધુ તે મુખ્ય આરોપી જુહાપુરાનો રહેવાસી છે,ધરમેન્દ્ર ઉર્ફે દશરથજી ઠાકોરે ઉસામા સાહીદ પાસેથી ડ્રગ્સનો જથ્થો લીધો હતો અને તેનું વેચાણ કરવાનો હતો,પરંતુ મુખ્ય આરોપી હજી પોલીસ પકડની બહાર છે,મુખ્ય આરોપી પકડાશે ત્યારે અનેક ખુલાસાઓ થશે.ડ્રગ્સ કયાથી અને કોની પાસેથી લાવામાં આવતું હતું તેને લઈ પર્દાફાશ થશે.

ગઈકાલે માધુપુરા વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

અમદાવાદ એસઓજીએ માધુપુરા વિસ્તારમાં 16 ગ્રામથી વધુના ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે,આરોપીને ડ્રગ્સ આપનાર દરિયાપુરનો યુવક ફરાર થઈ ગયો છે,પોલીસે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી છે.આ ડ્રગ્સની કિંમત 1.62 લાખ થાય છે,16 ગ્રામ 250 મિલિગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

એલિસબ્રિજ વિસ્તારમાંથી બે દિવસ પહેલા ઝડપાયું ડ્રગ્સ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એલિસબ્રિજની એમજે લાયબ્રેરી પાસેથી એમડી ડ્રગ્સ સાથે 3 આરોપીઓની ધરપકડ કરી હતી,આરોપીઓ પાસેથી 143.330 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું છે જેની બજાર કિંમત અંદાજે 14 લાખ રૂપિયા થાય છે.પોલીસને બાતમી મળી હતી અને તે બાતમીના આધારે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડયા છે.

ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ

ડ્રગ્સને લઈ ગુજરાત પોલીસની મુહિમ ચાલી રહી છે,અલગ-અલગ જિલ્લાઓમાંથી ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરાઈ રહી છે,કચ્છના ક્રીક વિસ્તારમાં સૌથી વધુ બિનવારસી હાલતમાં ડ્રગ્સના પેકેટ મળી આવે છે,તો બીજા નંબરે સુરતમાં સૌથી વધુ ડ્રગ્સ ઝડપાઈ રહ્યુ છે,ત્યારે અગામી દિવસોમાં પોલીસની આ મુહિમ કેટલો રંગ લાવશે તે જોવું રહ્યું. 

  • Follow us on: