• પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ કન્ટ્રોલરૂમમાંથી મળ્યો મેસેજ
  • પોલીસ 3 મિનિટના ટૂંકા સમયમાં આપઘાત કરનાર વ્યકિત પાસે પહોંચી
  • પોલીસે આપઘાત કરવા જનાર વ્યકિતને બચાવ્યો

આપઘાત કરવા જતા વ્યક્તિને દેવદુત બનીને બચાવતી અમદાવાદની વાસણા પોલીસ,વાત એમ છે કે વાસણા પોલીસની પીસીઆર વાન પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ કંટ્રોલરૂમ તેમજ પોલીસને ઈમેલ મળે છે કે એક વ્યકિત કે જેઓ વાસણાની હદમાં આવેલ વિશાલા બ્રિજ પાસે આપઘાત કરવા માટે જાય છે ત્યારે પોલીસે ત્યાં પહોંચીને તે વ્યકિતને બચાવ્યો હતો.


3 મિનિટમાં પોલીસ પહોંચી ઘટના સ્થળે

પોલીસની વાન પેટ્રોલિંગમાં હતી અને ઘટનાની જાણ થતાની સાથે જ 3 મિનિટમાં પોલીસે ઘટના સ્થળે પહોંચી આ વ્યકિત કૂદવા જાય તે પહેલા તેને બચાવ્યો હતો.મહત્વની વાત છે કે પોલીસે જયારે આપઘાત કરવાનું કારણ પૂછયું ત્યારે વાત સામે આવી કે જે વ્યકિત આપઘાત કરવા જતો હતો તેને તેની માતા સાથે નાની વાતમાં બોલાચાલી થઈ હતી અને તે બોલાચાલીને લઈ ખોટુ લાગતા આપઘાત કરવા પહોંચ્યો હતો.આ બચાવ કામગીરીમાં પો.હેડ.કોન્સ. જયવંતભાઇ રાયસંગભાઇ, પો.કોન્સ. કિર્તીકુમાર દિનેશભાઇ,પો.કોન્સ. દશરથસિંહ નવલસિંહ હાજર હતા અને તેમણે બચાવ કર્યો હતો.

પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું

મહત્વની વાત એ છે કે પોલીસને જોઈ આ વ્યકિતએ ડર્યો નહી પણ તેને તેની માતા સાથે નાના-મોટા મનદુખને લઈ આપવીતી જણાવી હતી,પોલીસે પરિવારનો સંપર્ક કર્યો હતો અને આપઘાત કરવા જતા વ્યકિતને બચાવી સોંપ્યો હતો,પોલીસે આ વ્યકિતનું કાઉન્સેલિંગ કરી તેને સમજાવ્યો હતો અને કીધું કે કોઈ પણ તકલીફ હોય તેનું સમાધાન આપઘાત નથી પરંતુ વાતચીત કરવાથી સમસ્યાનું નિરાકરણ આવે છે.

વાસણા પોલીસે કર્યુ વૃક્ષારોપણ

વાસણા પોલીસ સ્ટેશન હસ્તકની જીવરાજ પોલીસ ચોકી ખાતે નાયબ પોલીસ કમિશનર ઝોન 7 તથા વાસણા પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટર દ્રારા જીવરાજ પોલીસ ચોકી ખાતે એક પેડ માં કે નામ પ્રોગ્રામ અંતર્ગત ચોકી ખાતે આવેલ કંમ્પાઉન્ડમાં ડીસીપી,પીઆઈ,પીએસઆઈ દ્રારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.


  • Follow us on: