પીવાના પાણી માટે એક તરફ લોકો વલખાં મારી રહ્યા છે ત્યારે બીજી તરફ હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.
બહેરામપુરા રોડ પર છેલ્લા બે દિવસથી પીવાનું પાણી બહાર રસ્તા પર વહી રહ્યું હતું. જેના અંગે તંત્ર દ્વારા ધ્યાન આપવામાં ન આવતાં આખરે પુષ્કળ પ્રમાણમાં પાણી રસ્તા પર વેડફાઈ રહ્યું છે જેના અંગે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કોઈ જ પગલાં ભરવામાં આવી રહ્યા નથી અને બીજી તરફ લોકોને પીવાના પાણીની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે.










