- વડોદરા-ગોરખપુર વિશેષ ટ્રેન વડોદરાથી દર સોમવારે સાંજે 7 વાગે
- વડોદરા-મઉ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દર શનિવારે સવારે 7 વાગે
- અમદાવાદ - દાનાપુર સ્પેશિયલ ટ્રેન દર સોમવારે સવારે 9.10 વાગે
અમદાવાદ પશ્ચિમ રેલવે વિભાગ વિવિધ સ્થળો માટે વિશેષ ટ્રેનો દોડાવશે. પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા મુસાફરોની સુવિધા અને તેમના ધસારાને પહોંચી વળવા માટે વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. જેમાં વડોદરા-ગોરખપુર સ્પેશિયલ ટ્રેન (નં. 09111/09112) વડોદરાથી દર સોમવારે સાંજે 7 વાગે ઉપડશે અને બીજા દિવસે સવારે 11.30 વાગ્યે ગોરખપુર પહોંચશે. આ ટ્રેન 15 એપ્રિલ થી 24મી જૂન સુધી દોડાવવામાં આવશે.
ગોરખપુર-વડોદરા સ્પેશિયલ ટ્રેન ગોરખપુરથી દર બુધવારે
ગોરખપુર-વડોદરા સ્પેશિયલ ટ્રેન (નં. 09112) દર બુધવારે ગોરખપુરથી સાંજે 5 વાગે ઉપડશે. અને બીજા દિવસે સવારે 8.35 વાગે વડોદરા સ્ટેશન પર પહોંચશે. આ ટ્રેન 17 એપ્રિલ 26મી જૂન સુધી દોડાવવામાં આવશે.
વડોદરા-મઉ-સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન વડોદરાથી દર શનિવારે
વડોદરા-મઉ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (નં. 09195) વડોદરાથી દર શનિવારે સવારે 7 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 8.45 વાગ્યે મઉ સ્ટેશન પર પહોંચશે. આ ટ્રેન 20 એપ્રિલથી 29 જૂન સુધી ચાલશે. મઉ-વડોદરા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન (નં. 09196) દર રવિવારે રાત્રે 11.15 વાગે ઉપડશે અને મંગળવારે મધ્ય રાત્રિએ 12.45 કલાકે વડોદરા સ્ટેશન પર પહોંચશે. આ ટ્રેન 21 એપ્રિલ થી 30 જૂન સુધી દોડાવવામાં આવશે.
અમદાવાદ-દાનાપુર સ્પેશિયલ ટ્રેન અમદાવાદથી દર સોમવારે
અમદાવાદ - દાનાપુર સ્પેશિયલ ટ્રેન (નં. 09417) અમદાવાદથી દર સોમવારે સવારે 9.10 વાગે ઉપડશે અને બીજા દિવસે રાત્રે 8.30 વાગ્યે દાનાપુર સ્ટેશન પર પહોંચશે. આ ટ્રેન 15 એપ્રિલથી 24 જૂન સુધી દોડાવવામાં આવશે. દાનાપુર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન (નં. 09418) દર મંગળવારે રાત્રે 11.50 વાગે દાનાપુરથી ઉપડશે અને ગુરુવારે સવારે 11.10 વાગે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન 16 એપ્રિલથી 25 જૂન સુધી દોડાવવામાં આવશે.
રાજકોટથી લાલકુવા વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન
રાજકોટથી લાલકુવા વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવાયો છે. રાજકોટ-લાલકુવા સ્પેશિયલ ટ્રેન (નં. 05046) રાજકોટથી દર સોમવારે રાત્રે 10.30 કલાકે ઉપડશે અને બુધવારે સવારે 4.05 કલાકે લાલકુવા પહોંચશે. આ ટ્રેન 22 એપ્રિલ થી 1 જુલાઈ સુધી દોડાવવામાં આવશે. તેમજ લાલકુવા – રાજકોટ સ્પેશિયલ ટ્રેન (નં. 05045) લાલકુવાથી દર રવિવારે બપોરે 1.10 કલાકે ઉપડશે અને બીજા દિવસે સાંજે 6.10 કલાકે રાજકોટ પહોંચશે. આ ટ્રેન 21 એપ્રિલથી 30 જૂન સુધી દોડાવવામાંં આવશે.