અમદાવાદના ચંડોળામાં આજે સવારથી જ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યાર સધી આ વિસ્તારમાં ઝુંપડપટ્ટી હોવાનું જણાતું હતું. પરંતુ જ્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી ત્યારે તંત્રની પણ આંખો પહોળી થઈ ગઈ હતી. મહેમુદ પઠાણ ઉર્ફે લલ્લા બિહારીએ કાળી કમાણીથી ઝુંપડપટ્ટીની વચ્ચે આલિશાન ફાર્મ હાઉસ બનાવ્યા હતાં. તેણે આલિશાન બંગલાને એવી રીતે રાખ્યો હતો કે, ગૂગલ મેપ પણ તેને પકડીના શકે. આ ઉપરાંત તેના ઘરમાંથી ઘૂસણખોરોને ક્યાં રાખવા તેની યાદી પણ મળી આવી છે.
ઘૂસણખોરોને ક્યાં રાખવા તેની યાદી બનાવી
ચંડોળા વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો ઉભા કરનાર મહેમુદ પઠાણ ઉર્ફે લલ્લા બિહારી અને તેના પુત્રની ધરપકડ કરવામાં આવી છે. લલ્લા બિહારીએ બાંગ્લાદેશીઓને ક્યાં રાખવા તેની યાદી બનાવી હોવાના દસ્તાવેજી પુરાવા અને ફાઈનાન્સ ઉઘરાવવાના પુરાવા પણ મળી આવ્યા છે. આ ઉપરાંત બાંગ્લાદેશથી લાવવામાં આવતા લોકોને ક્યાં રાખવા તેની યાદી પણ તેણે બનાવી હતી. આ વિસ્તાર મીની બાંગ્લાદેશ તરીકે ઓળખાય છે. જ્યાં સૌથી વધુ પુરૂષો કરતાં બાંગ્લાદેશી મહિલાઓ હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું.
લલ્લાની જબરદસ્ત મોડસઓપરેન્ડી
લલ્લા બિહારીએ ચંડોળામાં પોતાનું આખું સામ્રાજ્ય ઉભું કર્યું હતું. બાંગ્લાદેશી મહિલાઓ પાસે દેહ વ્પાપારની પ્રવૃત્તિ કરાવતો હતો. આ ઉપરાંત ગેરકાયદે ફાઈનાન્સનો પણ ધંધો કરતો હતો. આ કાળી કમાણીથી તેણે ચંડોળા તળાવની ઝુંપડપટ્ટીની વચ્ચે આલિશાન બંગલા અને ફાર્મ હાઉસ તૈયાર કર્યા હતાં. ગૂગલ પણ તેના બંગલાને પકડી ના શકે તે માટે તેણે બંગ્લા પણ ઘાસ પાથરી દીધું હતું. માત્ર આગળનો દરવાજો દેખાય તે રીતે બંગલાને તૈયાર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધી આ તંત્રના ધ્યાને આવ્યું નહોતુ. પરંતુ ગઈકાલે જ્યારે પોલીસ અને એએમસીના અધિકારીઓ ઝૂંપડપટ્ટીમાં ઘૂસ્યા ત્યારે બાંધકામ જોઈને તેમની આંખો પહોળી થઈ ગઈ હતી. ત્યાં બાળકો માટે પ્લે હાઉસ પણ બનાવ્યા હતાં. લલ્લા બિહારી 200થી વધુ રિક્ષાઓનો માલિક હતો. રિક્ષાઓ ભાડે આપીને કમાણી કરતો હતો.
ચંડોળાનો લલ્લા બિહારી 2018ના કેસમાં વોન્ટેડ છે
લલ્લા બિહારીનો પુત્ર પણ ગુનેગાર છે. લલ્લા બિહારી 2018ના કેસમાં વોન્ટેડ છે. 2018માં પેરોલ જમ્પ કરી ફરાર થયો હતો. ખોટા ડોક્યુમેન્ટ કેસનો ગુનામાં ધરપકડ થઇ હતી. લલ્લા પઠાણ સામે દબાણ મુદ્દે અનેક અરજી થઇ છે.AMC અને પોલીસમાં અનેક અરજીઓ કરાઇ છે. પરંતુ જ્યારે આતંકી હુમલો થયો અને ત્યાર બાદ ગેરકાયદે ઘૂસેલા બાંગ્લાદેશીને હાંકી કાઢવાની કવાયત તેજ થઈ ત્યારે કાર્યવાહી કરવામાં આવી છે.
બાંગ્લાદેશી મહિલાઓ પાસે દેહવ્યાપાર કરાવતો
લલ્લા બિહારી આ મહિલાઓ પાસે દેહવ્યાપાર કરાવતો હતો. તે ઉપરાંત ગેરકાયદે ફાઈનાન્સનો ધંધો પણ કરતો હતો. આટલા વર્ષોની કાળી કમાણીથી તેણે ઝુંપડપટ્ટીની વચ્ચે આલીશાન ફાર્મ હાઉસ અને બંગલો બનાવ્યો હતો. આ ઉપરાંત પ્લે ઝોન પણ બનાવ્યો હતો. આ વિસ્તારમાં ઝુંપડા બનાવીને બે લાખ રૂપિયામાં આપવામાં આવતા હતાં. પોલીસે ગઈ કાલે લલ્લા અને તેના પુત્રની ધરપકડ કરી હતી. જેસીપી ક્રાઈમ શરદ સિંઘલે કહ્યું હતું કે, એએમસી ફરિયાદ આપે તો લલ્લા સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરાશે. અહીં ખુબ મોટુ દબાણ કરવામાં આવ્યું છે. લલ્લા અને તેના પુત્ર સામે ફોર્જરી અને પ્રોસ્ટીટ્યુશનનો ગુનો દાખલ કરાયો છે.









