- રાજ્યના નિવૃત્ત જજે મે મહિનામાં મેલ કરેલો તેના પરથી ખંડપીઠે સુઓમોટો પિટિશન કરી
- રાજ્ય તરફથી શા માટે વળતરના લાભાર્થીને શોધવા કોઈ પ્રયાસ નહીં : સુપ્રીમે ખુલાસો માગ્યો
- એકલા ગુજરાત રાજ્યમાં જ રૂ. 2000 કરોડ વળતરના દાવાઓના નાણાં જમા
ગુજરાતમાં લાભાર્થીઓને આપ્યા વિના મોટર એક્સિડન્ટ ક્લેઈમ ટ્રિબ્યૂનલ્સ (એમએસીટી) અને લેબર કોર્ટમાં આશરે રૂ.2000 કરોડ જમા કરવામાં આવેલી મોટી રકમ અંગે સુપ્રીમ કોર્ટે સુઓમોટો રિટ પિટિશન શરૂ કરી છે.જસ્ટિસ અભય ઓકા અને જસ્ટિસ અગસ્ટિન જ્યોર્જ મસિહની બેન્ચે નોંધ્યુ હતુ કે વહીવટી તંત્ર ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ દ્વારા મોકલવામાં આવેલા ઈમેલના આધારે સુઓમોટો રિટ પિટિશન નોંધવામાં આવી છે.
જેમાં સુપ્રીમ કોર્ટની ખંડપીઠે ગુજરાતના કાયદા સચિવ અને ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રારને કારણ દર્શક નોટિસો કાઢીને એક્સિડન્ટ ક્લેઈમ ટ્રિબ્યૂનલ્સ (એમએસીટી) અને લેબર કોર્ટનો ડેટા 26મી જુલાઈના રોજ મુદત રાખી છે.ગુજરાતના નિવૃત્ત જજ બી.બી.પાઠકએ સુપ્રીમ કોર્ટને તા.25મી મે 2024ના રોજ ઈ-મેઈલ કરીને જણાવ્યુ હતુ કે, ઈમેલમાં, વળતરના માર્ગે ચૂકવવાપાત્ર મોટી રકમનો દાવો કરવામાં આવ્યો નથી અને MACT અને લેબર કોર્ટમાં જમા કરવામાં આવે છે. એકલા ગુજરાત રાજ્યમાં જ રૂ. 2000 કરોડ વળતરના દાવાઓના નાણાં જમા પડયા છે અને વળતરના લાભાર્થીઓને શોધવા માટે કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી.જેની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસએ ગંભીર નોંધ લઈને સુઓમોટો દાખલ કરી હતી.










