• અટલ બ્રિજ નજીક બનશે નવું એન્ટરટેઈનમેન્ટ હબ
  • ફૂટ ઓવરબ્રિજના પૂર્વ છેડા તરફ 45,600 સ્ક્વેર મીટર જગ્યા ફાળવી
  • રૂ. 75થી 100 કરોડના ખર્ચે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવામાં આવશે
અમદાવાદ રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા અટલ ફૂટ ઓવરબ્રિજ નજીક નવું એન્ટરટેઈનમેન્ટ હબ બનાવવામાં આવી રહ્યું છે. જેમાં સાબરમતી રિવરફ્રન્ટ પર લોકોને વધુ એક નવું નજરાણું આગામી દિવસોમાં મળવા જઈ રહ્યું છે. જેમાં દુબઈ, સિંગાપોર, લંડન જેવી ફિલ સાબરમતીના કિનારે મળશે.

આ માટે રૂ. 75થી 100 કરોડના ખર્ચે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવામાં આવશે. જેના માટે વિવિધ કંપનીઓ પાસે પ્રપોઝલ મગાવવામાં આવી છે. જેમાં અમદાવાદના ફરવાલાયક સ્થળોમાં સૌથી મોટું એન્ટરટેઇનમેન્ટ હબ બનશે. ઈન્ડોર આઉટડોર રોલર કોસ્ટર, વિવિધ પ્રકારની રાઈડો, એડવેન્ચર ઝોન, ગેમ ઝોન, સ્નોપાર્ક અને ફાઉન્ટેન શો વગેરે જેવા નવા રમતગમતના સાધનો સાથેનું એમ્યુઝમેન્ટ પાર્ક બનશે.

સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા અમદાવાદીઓના મનોરંજન માટે અટલ ફૂટ ઓવરબ્રિજના પૂર્વ છેડા તરફ 45,600 સ્ક્વેર મીટર જેટલી જગ્યામાં એન્ટરટેઇનમેન્ટ હબ બનાવવા માટે પ્રપોઝલ મગાવવામાં આવી છે. કંપનીએ ડિઝાઈન, કન્સ્ટ્રક્શન અને સેફ્ટી ગાઈડલાઈન સાથે આખું એન્ટરટેઇનમેન્ટ હબ ઉભું કરવાનું રહેશે.


પ્રવાસન સ્થળ તરીકે અમદાવાદના આકર્ષણમાં વધારો કરવા માટે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL)એ રિવરફ્રન્ટ પર એક વિશાળ એન્ટરટેઇનમેન્ટ હબ માટે યોજનાઓનું અનાવરણ કર્યું હતું. 45,600 ચોરસ મીટરના સૂચિત પ્રોજેક્ટમાં લંડન આઈ જેવી જ વિશાળ ફેરિ વ્હીલ, મનોરંજન પ્રવૃત્તિઓ અને સાંસ્કૃતિક આકર્ષણો સહિત સાથે એમ્યુઝમેન્ટ પાર્ક તૈયાર કરવામાં આવશે.

એન્ટરટેઇનમેન્ટ પાર્કમાં રોલર કોસ્ટર રાઇડ્સ, IMAX અનુભવ, સિમ્યુલેટર રાઇડ્સ, એડવેન્ચર ઝોન અને VR ગેમ્સ માટે ખાસ ઝોન તૈયાર કરવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL)એ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એન્ટરટેઈનમેન્ટ હબ માટે દરખાસ્તો/બિડ્સ આમંત્રિત કર્યા છે

તેમજ કંપનીને 30 વર્ષની લીઝ ઉપર આ જગ્યા ભાડે આપવામાં આવશે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડને વાર્ષિક રૂ. 45.60 લાખ લીઝ પેટે કંપનીએ ચૂકવવાના રહેશે. કંપનીએ એન્ટરટેઇનમેન્ટ હબ બનાવી તેને ડેવલોપ અને ઓપરેશન મેન્ટેનન્સ કરવાનું રહેશે. જેના માટે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડને તેને રેવન્યૂ શેર કરવાની રહેશે.
  • Follow us on: