ખોખરામાં હાટકેશ્વર સર્કલ પરના મુખ્ય માર્ગ અને સર્વોદય નગર ગુ.હા. બોર્ડના ગેટ નંબર-1 પાસે અડધા માર્ગ પર બેરિકેટ લગાવી દેવામાં આવ્યા છે.
પહેલાં કામ મંથર ગતિએ ચાલી રહ્યું હતું પરંતુ હવે ગટર લાઈનની કામગીરીનો ફોલ્ટ શોધ્યા વગર જ મેઈન હોલ નજીક ગેરકાયદેસર બાંધકામ આવી જતા તંત્ર દ્વારા કામગીરી બંધ કરી દેવામાં આવી છે. હવે તેના કારણે દુર્ગંધ મારતું પાણી બીજા સ્થાનેથી બહાર નીકળવા લાગ્યું છે અને લોકોએ ગંદકીમાંથી પસાર થવાનો વારો આવી રહ્યું છે.










