ગુજરાતમાં કડી અને વિસાવદરની પેટાચૂંટણી જાહેર કરવામાં આવી છે. આ પેટા ચૂંટણીને લઈ 19 જૂને મતદાન યોજાશે અને 23 જૂને મત ગણતરી હાથ ધરાશે. 26 મેથી ફોર્મ ભરવાની શરુઆત થશે. 2 જૂન સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે અને 3 જૂને ફોર્મ ચકાસણી હાથ ધરાશે. ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ 5 જૂન છે. કડી બેઠક ધારાસભ્યના નિધન બાદ ખાલી પડી હતી અને વિસાવદરથી ભૂપત ભાયાણીએ રાજીનામું આપી ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. હવે આ ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસનું નિવેદન સામે આવ્યું છે.


[[$googlead]]

કડી અને વિસાવદર બેઠક પર ભાજપની જીત નિશ્ચિતઃ યજ્ઞેશ દવે

ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે એ જણાવ્યું હતું કે,કડી અને વિસાવદર બેઠક પર ભાજપની જીત નિશ્ચિત છે.કડી ભાજપની પરંપરાગત બેઠક છે કોંગ્રેસ ગમે એટલા પ્રભારી જાહેર કરે કોઈ ફેર નહીં પડે. ભાજપ લોકોની વચ્ચે રહેતો પક્ષ છે. વિસાવદર બેઠક પર ભાજપનો વિજય થશે. ભાજપના તમામ કાર્યકર્તાઓ સતત ઇલેક્શન મોડમાં હોય છે. વિસાવદર અને કડી બેઠક પર જે ઉમેદવારની જાહેરાત થશે એ ઉમેદવારને તમામ કાર્યકર્તાઓ સાથ સહકાર આપશે.આમ આદમી પાર્ટીએ ઉમેદવારની જાહેરાત નથી કરી પણ વ્યક્તિએ પોતાની રીતે જ જાહેરાત કરી છે. કોંગ્રેસ પક્ષ સાથે હવે લોકો નથી ગુજરાતની જનતા ભાજપ સાથે છે. કોંગ્રેસ અને આપનું ગઠબંધન પણ ગુજરાતની ચૂંટણીમાં જોવા મળતું નથી. એટલે આ વખતે ભાજપનો ઉમેદવાર જ વિસાવદરની બેઠક પર જીતશે એ નક્કી છે.

[[$alsoread]]

 કડી પેટાચૂંટણીને લઈ કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ નું નિવેદન

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, કડી અને વિસાવદરમાં જંગી બહુમતીથી જીતીશું. કોંગ્રેસના ઉમેદવારો પણ ફાંફા મારી રહ્યાં છે. ગુજરાતે બીજા પક્ષ કે બીજાની વિચારધારાને સ્વીકારી નથી. કોંગ્રેસ હોય કે બીજી કોઈ પાર્ટી 2001થી લઈને અત્યાર સુધીમાં ગુજરાતે બીજા પક્ષને કે બીજાની વિચારધારાને સ્વીકાર્યા નથી.પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ કહ્યું હતું કે, વિસાવદરની જનતા ભાજપને જીતાડશે. લોકોના પ્રશ્નોને લઈ ભાજપ સક્રિય છે. મુખ્યમંત્રીએ એક મહિના પહેલા જ કરોડોના કામ જાહેર કર્યા હતા. વિસાવદરની જનતાને એટલું જ કહું છું વિકાસ કરવો હોય તો શાસક પક્ષની સાથે રહેવું જોઈએ.

AAPને કોઈ ગંભીરતાથી લેતું નથીઃ હેમાંગ રાવલ

પેટાચૂંટણી મુદ્દે કોંગ્રેસ નેતા હેમાંગ રાવલે કહ્યું હતું કે,આ ચૂંટણીને આવકારીએ છીએ.બન્ને બેઠકો પર મતદારોમાં ભાજપ સામે રોષ છે.AAPને તો નોટા કરતા પણ ઓછા વોટ મળશે.AAPને કોઈ ગંભીરતાથી લેતું નથી. કોંગ્રેસ પક્ષ અધિવેશન બાદ નવા જોશ સાથે આગળ વધી રહ્યો છે. વિસાવદરની જનતા ભાજપના એક કે બીજા કાનૂની દાવપેચના કારણે દોઢ વર્ષથી પ્રતિનિધિથી વંચિત હતી. બંને બેઠકો પર કોંગ્રેસનો ઉમેદવાર સ્થાનિકો સાથે જોડાયેલો અને કામ કરનારો ઉમેદવાર હશે. બંને બેઠકો પર ભાજપ સામે રોષ ભભૂક્યો છે. બંને જગ્યાએ ચૂંટણી તો શાસક અને વિપક્ષ વચ્ચે જ છે. અમે આ વખતે બૂથ મેનેજમેન્ટ અને માઈક્રોમેનેજમેન્ટ સાથે ચૂંટણી લડવા કટીબદ્ધ છીએ.


  • Follow us on: