નિકોલ પોલીસ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે બાતમી મળી હતી કે મેરીગોલ્ડ હોટલ પાસે એક યુવક મોબાઇલમાં આઇપીએલ મેચ પર સટ્ટો રમે છે.


જેથી પોલીસે ત્યાં પહોચીને યુવકને કોર્ડન કરીને પકડયો હતો. તેનું નામ પૂછતા રમેશ રંગાણી નિકોલમાં રહેતો હોવાનું જણાવ્યુ હતુ. જે બાદ મોબાઇલમાં તપાસ કરતા આઇપીએલની મેચો પર આઇડી પર પોતે જુગાર રમતો અને રમાડતો પણ હતો. જેથી તેની પૂછપરછ કરતા જયમીન પ્રજાપતિ પાસેથી સટ્ટાનું આઇડી લઇને સટ્ટો રમાડતો હતો. આ અંગે નિકોલ પોલીસે બંને સામે ગુનો નોધીને રમેશની ધરપકડ કરીને ફરાર જયમીનની શોધખોળ શરૂ કરી છે.


  • Follow us on: