- ત્રણ વર્ષમાં 12 હજાર કરતા વધુ લોકોએ લીધી પરમીટ
- દર વર્ષે 4 થી 6 કરોડ રૂપિયા સિવિલ હોસ્પિટલને મળ્યા
- દારૂની પરમીટ માટે સિવિલ હોસ્પિટલમાં અપાય છે ચાર્જ
છેલ્લા ઘણાં સમયથી ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણ અંગે વાતો ચાલી રહી છે. આ વચ્ચે એક નવા જ આંકડા સામે આવી રહ્યા છે. જેમાં રાજ્યના આર્થિક પાટનગર એવા અમદાવાદમાં દારૂની ડિમાન્ડ વધી હોય તેવું લાગી રહ્યા છે. અમદાવાદમાં હજારો લોકોએ લીધી દારૂની પરમીટ લીધી તેવી વિગતો સામે આવી છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દારૂની પરમીટ માટેની અરજીના આંકડા સામે આવ્યા છે. જેમાં છેલ્લા ત્રણ વર્ષમાં 12 હજાર કરતા વધુ લોકોએ પરમીટ લીધી હોવાની વિગતો સામે આવી રહી છે. જ્યારે દારૂની પરમીટના કારણે સિવિલ હોસ્પિટલને કરોડોની આવક થઈ રહી હોવાના પણ આંકડા સામે આવ્યા છે.
છેલ્લા ઘણાં સમયથી અમદાવાદ સિવિલમાં તબીબોની સહમતી બાદ દારૂની પરમીટ મળતી હોય છે. જેના માટે સિવિલ હોસ્પિટલમાં અરજી કરવાની હોય ચે. આ વચ્ચે અમદાવીઓ દ્વારા છેલ્લા 3 વર્ષમાં 12 હજારથી વધુ લોકોએ પરમીટ લીધી છે. જેના કારણે દર વર્ષે 4 થી 6 કરોડ રૂપિયા સિવિલ હોસ્પિટલને મળ્યા હોવાની વિગતો પણ સામે આવી રહી છે.
પરમીટ માટે કેટલો છે ચાર્જ ?
આ અંગેની માહિતી અનુસાર, અમદાવાદીઓ દારૂ પીવા માટે પણ સામે આવી રહ્યા છે. જેમાં દારૂની પરમીટ માટે સિવિલ હોસ્પિટલમાંથી પરમિશન લેવાની હોય છે અને તેના માટેનો ચાર્જ પણ લેવામાં આવે છે. જેમાં નવી પરમીટ માટે રૂ.20 હજાર જેટલો ચાર્જ લેવામાં આવે છે. જ્યારે જૂની પરમીટ રિન્યુ માટે રૂ.14 હજાર સુધીનો ચાર્જ લેવામાં આવે છે. આ હિસાબે છેલ્લા ત્રણ વર્ષમાં 4 થી 6 કરોડની આવક સિવિલને પણ થઈ રહી છે.
કેટલી રિન્યુ અને કેટલી નવી પરમીટ
2021ના વર્ષમાં 1332 નવા લોકોને હેલ્થ પરમીટ આપવામાં આવી છે. જ્યારે 2411 લોકોના પરમીટ રિન્યૂ કરવામાં આવી છે. એટલે કે એક વર્ષમાં 3743 લોકોને પરમીટ આપવામાં આવી છે. જ્યારે 2022માં 1415 નવા લોકોને હેલ્થ પરમીટ આપવામાં આવી છે અને 3079 લોકોના પરમીટ રિન્યૂ કરવામાં આવી છે. કુલ 4494 લોકોને હેલ્થ પરમીટ આપવામાં આવી છે. તેમજ 2023માં 1201 નવા લોકોને હેલ્થ પરમીટ આપવામાં આવી છે. જ્યારે 2902 લોકોના પરમીટ રિન્યૂ કરવામાં આવી છે. એટલે 4103 લોકોને હેલ્થ પરમીટ આપવામાં આવી છે.










