• બ્રિજના બાકીના હયાત સ્ટ્રક્ચરને મજબૂત કરાશે
  • AMCએ 24 કરોડ 87 લાખનું ટેન્ડર બહાર પડાયું
  • 2017માં રૂ.40 કરોડના ખર્ચે બ્રિજ તૈયાર થયો હતો

છેલ્લા ઘણાં સમયથી અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ ચર્ચામાં આવ્યો છે. જેમાં અમદાવાદરમાં આવેલા વિવાદાસ્પદ હાટકેશ્વર બ્રિજને સંપૂર્ણ રીતે તોડવા માટેનો નિર્ણય અગાઉ લેવામાં આવ્યો હતો પરંતુ હવે માત્ર બ્રિજનો વચ્ચેનો ભાગ જે બે મુખ્ય સ્પાન તોડવા પડે તેવા છે, બાકીના જે પણ સ્પાન કે પીલ્લરમાં ખામી છે ત્યાં રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવશે.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ. થેંન્નારેસન દ્વારા અગાઉ બ્રિજને તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે હવે હાટકેશ્વર બ્રિજ આખો તોડી પાડવામાં નહીં આવે. માત્ર એટલા જ ભાગને તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સૌથી વધુ નુકસાન છે. તેમજ રૂ. 24.87 કરોડના ખર્ચે જ આ બ્રિજના ભાગને તોડી રિપેર કરવામાં આવશે. આ તરફ લાંબા સમયથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

[[$googlead]]

મુખ્ય બે સ્પાન જ તોડવામાં આવશે

[[$alsoread]]

અગાઉ કમિશ્નર દ્વારા હાટકેશ્વર બ્રિજને તોડવા માટે એક અઠવાડિયામાં ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે. જે બાદ હવે પ્રોજેક્ટ વિભાગ દ્વારા હાટકેશ્વર બ્રિજ અને તોડી પાડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જોકે, હાટકેશ્વર બ્રિજ આખો તોડી પાડવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી નથી. માત્ર જે બે મુખ્ય સ્પાનમાં તકલીફ જણાઈ હતી અને હલકી ગુણવત્તાનું બાંધકામ કર્યું હોવાનું સામે આવ્યું હતું તે જ બે સ્પાનને ત્યાંથી તોડી અને નવો બનાવવામાં આવશે.


40 કરોડને ખર્ચે બનેલા બ્રિજ પાછળ 24 કરોડનો ખર્ચ

આ ઉપરાંત જે પણ જગ્યાએ બ્રિજને મજબૂત કરવાની જરૂરિયાત છે. ત્યાં ફરીથી રી-કન્સ્ટ્રક્શન કરી નબળા બાંધકામને મજબૂત કરાશે. આમ આખો હાટકેશ્વર બ્રિજ નહીં પરંતુ બ્રિજનો એટલો ભાગ જ તોડી અને તેને નવો કરવામાં આવશે. હાલ કોર્પોરેશને આ બ્રિજને તોડી અને નવો બનાવવા પાછળ રૂપિયા 24.87 કરોડનો અંદાજ મુક્યો છે.

ખાસ નોંધનીય છે કે, અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે અને નેશનલ હાઈવેને જોડતાં ખોખરાથી સીટીએમ સુધીના હાટકેશ્વર વિસ્તારમાં બ્રિજ બનાવવાની કામગીરી અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવી હતી. વર્ષ 2015માં બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને વર્ષ 2017માં પૂર્ણ કરવામાં આવી હતી. જેના માટે રૂ.40 કરોડ સુધીનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેની સામે હવે 24 કરોડથી વધુનો ની ઘડમણ કરવામાં આવશે. 

  • Follow us on: