જામનગર પંથકમાં હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. એરફોર્સના હેલિકોપ્ટરમાં અચાનક કોઈ ખામી સર્જાતા રંગમતિ ડેમમાં તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. ચંગા ગામ પાસે હેલિકોપ્ટરમાં ખામી આવતા ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે. જો કે આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી અને હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયા બાદ એરફોર્સની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ખામી દુર કરીને હેલિકોપ્ટર પરત એરફોર્સ સ્ટેશન ફર્યુ છે.


[[$googlead]]

2 એપ્રિલે જામનગરમાં જેગુઆર પ્લેન ક્રેશ થયું હતું

તમને જણાવી દઈએ કે આ મહિનાની શરૂઆતમાં 2 એપ્રિલે પણ જામનગરના કાલાવડ રોડ પર આવેલા સુવરડા ગામની સીમમાં જેગુઆર પ્લેન ક્રેશ થતાં દોડધામ મચી હતી. જે વિસ્તારમાં પ્લેન ક્રેશ થયું તે સમગ્ર વિસ્તારમાં આગની ઘટના બની હતી. જેમાં એક ટ્રેઈની પાઈલટનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત પાઈલટને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટનાની જાણ થતાં જ SP, કલેક્ટર અને 108 સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સૌથી પહેલા પાણીનો મારો ચલાવી તાત્કાલિક પ્લેનમાં લાગેલી આગને કાબૂમાં લીધી હતી અને ઈજાગ્રસ્ત પાઈલટને 108માં સારવાર શરૂ કરી દેવાઈ હતી. આ ઘટનામાં બે પાઈલટ ટ્રેનિંગ અર્થે જેગુઆર ફાઈટર પ્લેન લઈને નીકળ્યા હતા, ત્યારે અચાનક કોઈ કારણસર પ્લેન ક્રેશ થયું હતું. જ્યા જઈને જોતા સમગ્ર વિસ્તાર આગની લપેટમાં જોવા મળ્યો હતો તો બીજી તરફ ફાઈટર પ્લેનના ટૂકડે ટૂકડા વિખેરેલા જોવા મળ્યા હતા.

[[$alsoread]]

આસપાસમાં ખેતરમાં આગ લાગતા ખેડૂતોનો પાક બળીને ખાક

બીજી તરફ સુવરડા ગામની સીમ વિસ્તારમાં આ ફાયટર પ્લેન ક્રેશ થતા દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ફાઈટર પ્લેનના અનેક ટુકડાઓ ઠેર-ઠેર પડ્યા હતા. પ્લેન ક્રેશ થતાની સાથે જ આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો ઘટના સ્થળે ઉમટ્યા હતા. તંત્ર પણ તાત્કાલિક સ્થળ પણ દોડી આવ્યું હતું. આસપાસના વિસ્તારમાં અને ખેતરમાં આગ લાગી હતી. આ બનાવ બાદ 5 ફાયર ફાયટર દ્વારા આગ બુઝાવવામાં આવી હતી.


  • Follow us on: