• હવામાં પ્રદૂષણનું સ્તર ખરાબ સ્થિતિમાં પહોંચ્યું
  • ચાંદખેડામાં એર પોલ્યુશન 180 AQI
  • શહેરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 232 પર પહોંચી ગયો

અમદાવાદમાં વધતું હવાનું પ્રદૂષણ ચિંતાજનક છે. જેમાં શહેરમાં પ્રદૂષણ સરેરાશ 170 AQIને પાર પહોંચ્યુ છે. તેમજ પીરાણામાં સૌથી વધારે એર પોલ્યુશન છે. જેમાં પીરાણામાં એર પોલ્યુશન 200 AQIને પાર છે. તથા ચાંદખેડામાં એર પોલ્યુશન 180 AQI છે.

શહેરની હવામાં પ્રદૂષણનું સ્તર ખરાબ સ્થિતિમાં પહોંચ્યું

શહેરમાં પ્રદુષણનું સ્તર જોખમી સ્થિતિએ પહોંચ્યું છે. ખાસ કરીને શહેરના પશ્ચિમ વિસ્તારો કરતા પૂર્વ વિસ્તારમાં પ્રદુષણનું સ્તર વધુ પ્રદુષિત છે. ત્યારે કહી શકાય કે અમદાવાદની હવામાં ઝેર ભળ્યું છે. અમદાવાદમાં હવે શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ ચિંતાજનક સપાટીએ પર પહોંચી ગયો છે. અમદાવાદ શહેરની હવામાં પ્રદૂષણનું સ્તર ખરાબ સ્થિતિમાં પહોંચ્યું છે.

અમદાવાદમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ

સમગ્ર રાજ્ય અને અમદાવાદ શહેરમાં એક તરફ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે તો સાથે સાથે અમદાવાદ શહેરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ 232 પર પહોંચી ગયો છે. અમદાવાદ શહેરનું AQI  232 પર પહોંચવું એ હવામાં પ્રદૂષણનું સ્તર ખરાબ સ્થિતિમાં પહોંચ્યું એવું દર્શાવી રહ્યું છે. અમદાવાદના ટ્રાફિકથી ધમધમતા અનેક વિસ્તારો એવા છે, જ્યાંની હવામાં પણ પ્રદૂષણનુ સ્તર ઉચ્ચતમ લેવલે દેખાયુ છે. જે બતાવે છે કે અમદાવાદમાં શ્વાસ લેવો પણ મુશ્કેલ છે.

પ્રદૂષણમાં ઘટાડો થાય તે માટે નાણાં કમિશન ગ્રાન્ટ ફાળવે છે

કેન્દ્ર સરકારના પર્યાવરણ, ફોરેસ્ટ અને ક્લાઈમેટ ચેન્જ વિભાગના રિપોર્ટ અનુસાર, 2020-21માં અમદાવાદમાં 120, રાજકોટમાં 94, સુરતમાં 93 અને વડોદરામાં 95 એર ક્વોલિટી ઈન્ડેક્સ નોંધાયો હતો. પરંતુ 2021-22ના સમયમાં અમદાવાદમાં 113, રાજકોટમાં 116, સુરતમાં 100 અને વડોદરામાં 121 એર ક્વોલિટી ઈન્ડેક્સ જોવા મળ્યો. આમ ગત વર્ષની સરખામણીમાં પ્રદૂષણનું પ્રમાણ ચાર મોટા શહેરોમાં વધ્યું છે. પ્રદૂષણમાં ઘટાડો થાય તે માટે નાણાં કમિશન ગ્રાન્ટ ફાળવે છે.

  • Follow us on: