• શિક્ષણ, વ્યસન મુકિત, સમાજ સુધારણા ઉપર ભાર મૂકવામાં આવ્યો

  • ડીવાયએસપી માનસિંહ ડી.ચૌધરીની સર્વાનુમતે વરણી કરાઈ હતી
  • આ પુસ્તકો સમાજનાં ગામડાંની લાયબ્રેરીઓમાં ભેટ અપાશે

અડાલજ ત્રિમંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં અખિલ આંજણા મહાસભામાં અગાઉ મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવનાર નિવૃત્ત ડીવાયએસપી જોગારામ આર.ચૌધરીની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. જયારે મહામંત્રી પદે મહેસાણા જિલ્લા અરઠી ગામના મૂળ વતની અને નિવૃત્ત ડીવાયએસપી માનસિંહ ડી.ચૌધરીની સર્વાનુમતે વરણી કરાઈ હતી.

માઉન્ટ આબુ ખાતે હેડ કવાર્ટર ધરાવતા અખિલ આંજણા સમાજનું આ 9મું અધિવેશન હતું.શિકારપુરા આશ્રામ સ્થિત ગાદીપતિ અને ચૌધરી સમાજના કુલગુરુ દયારામજી મહારાજ અને સચ્ચિદાનંદ મહારાજના આશિર્વચન સાથે યોજાયેલા આ સમારોહમાં હરિભાઈ ચૌધરીનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને સમાજ રત્નનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. 7,500 પુસ્તકોથી તેમની તુલા કરવામાં આવી હતી. આ પુસ્તકો સમાજનાં ગામડાંની લાયબ્રેરીઓમાં ભેટ અપાશે.

અખિલ આંજણા સમાજનાં મહિલા વીંગનાં અધ્યક્ષ તરીકે રીટાબેન હિરેનભાઈ પટેલ (ડીસા)ની વરણી કરવામાં આવી હતી. અખિલ આંજણા મહાસભાના આ સંમેલનમાં રાજસ્થાનના સાંસદ દેવજીભાઈ પટેલ, સાંસદ પરબતભાઈ પટેલ, સમાજના અધ્યક્ષ વીરજીભાઈ જુડાલ, રઘુવીર ચૌધરી અને દેવેન્દ્રભાઈ પટેલ તેમજ અન્ય આગેવાનો સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ હાજર રહ્યા હતા.


  • Follow us on: