• વેસુમાં સિક્યુરિટી ગાર્ડનું હાર્ટએટેકથી મોત
  • ડીંડોલીમાં 49 વર્ષીય સિક્યુરિટી ગાર્ડનું હાર્ટ એટકેથી મોત
  • પાંડેસરમાં 45 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટકેથી મોત થયુ

સુરત શહેરમાં હાર્ટ એટેકના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. જેમાં શહેરમાં એક જ દિવસમાં 3 લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. તેમાં વેસુમાં સિક્યુરિટી ગાર્ડનું હાર્ટ એટેકથી મોત થયુ છે. તથા ડીંડોલીમાં 49 વર્ષીય સિક્યુરિટી ગાર્ડનું હાર્ટ એટકેથી મોત થયુ છે. તેમજ પાંડેસરમાં 45 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટકેથી મોત થયુ છે.

ત્રણેય વ્યક્તિઓને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી

[[$googlead]]

ત્રણેય વ્યક્તિઓને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. તેમજ પોલીસે મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યાવહી હાથ ધરી છે. શહેરમાં હાર્ટ એટેકની ઘટના યથાવત રહી છે. જેમાં એક દિવસમાં ૩ લોકોના હાર્ટ એટેકથી મોત થયા છે. અચાનક છાતીમાં દુખાવો બાદ મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. તેમજ પીએમ રિપોર્ટ બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે.

[[$alsoread]]

આજે મોરબીમાં શિક્ષકનું હાર્ટ એટેકથી મોત

આજે મોરબીમાં શિક્ષકનું હાર્ટ એટેકથી મોત થયુ છે. નાની વાવડી ગામના શિક્ષકનું હાર્ટ એટેકથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે. રાત્રે બેડમિન્ટન રમ્યા બાદ હાર્ટ એટેક આવ્યો હતો. જેમાં હોસ્પિટલ પહોંચે તે પહેલા મોત નિપજ્યું છે. દિપક વૈષ્ણવ ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષક હતા. દિવાળી ટાઈમે જ 46 વર્ષીય શિક્ષકના મોતથી ગામમાં શોકનો માહોલ છે.

હાર્ટ એટેક બનાવમાં 24 કલાકમાં 6 લોકોનાં મોત

સુરત શહેરમાં યુવાનોમાં હાર્ટ એટેકથી મોત થવાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. સાથે સાથે શ્વાસ લેવાની તકલીફના કારણે પણ યુવાનોમાં મોતનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. થોડા સમય પહેલા સુરતના જુદા જુદા વિસ્તારમાં 1 મહિલા, 5 પુરુષ સહિત 6 લોકોના મોતથી હાહાકાર મચી ગયો હતો. છાતીના દુખાવા બાદ અલગ અલગ વિસ્તારમાં 6 ના મોત ચકચાર મચી ગઈ હતી. નાની વયમા વધતા જતા હાર્ટએટેક બનાવમાં 24 કલાકમાં 6 લોકોનાં મોત થયા હતા. સચિન, સચિન જીઆઇડીસી, ગોદાડરા, ડભોલી, પાંડેસરામાં મળીને 6 લોકોના હાર્ટએટેકથી મોત થયા હતા, જેમાં એક મહિલા અને પાંચ પુરુષનો સમાવેશ થયો હતો. 

  • Follow us on: