- 6 મૃતકોની આજે વતનમાં અંતિમવિધી કરાઈ
- મીનાબેન ઉપાધ્યાયની અંતિમવિધી હરિદ્વારમાં કરવામાં આવી
- મોડી રાત્રે વિમાન મારફતે મૃતદેહો ગુજરાત લવાયા
ઉત્તરાખંડના ગંગોત્રીમાં ચારધામ યાત્રાથી પરત ફરી રહેલી બસને અકસ્માત નડ્યો હતો. અચાનક બસ ખીણમાં પડી જવાના કારણે આ અકસ્માત ગંભીર બન્યો હતો. આ સમયે બસમાં કુલ 33 મુસાફરો સવાર હતા. જેમાંથી 7 ગુજરાતીઓના ઘટનાસ્થળે મોત થયાનું સામે આવ્યું હતું. આ સાથે 28થી વધુ લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા. આ તમામ 7 ગુજરાતીઓ ભાવનગરના હોવાનું સામે આવ્યું છે. રાહત કમિશ્નર આલોક પાંડેએ ગઈકાલે કહ્યું હતું કે તમામ મૃતદેહોને એકસાથે અમદાવાદ લાવવા માટેની વાતચીત થઈ રહી છે. આ પછી મોડીરાતે ભાવનગરના 6 મૃતદેહને વિમાન દ્વારા અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. 7મી વ્યક્તિ મીનાબેન ઉપાધ્યાય કે જેઓ પણ ભાવનગરના વતની છે તેમના અંતિમ સંસ્કાર હરિદ્વારમાં કરવામાં આવ્યા હતા.
આ મૃતદેહના કરાયા અંતિમ સંસ્કાર
આજની વાત કરીએ તો પાલિતાણામાં કરણજી ભાટીના અંતિમ સંસ્કાર કરાયા છે તો સાથે જ કઠવા ગામે રાજેશભાઈ મેરના અંતિમ સંસ્કાર કરાયા છે. અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉમટી પડ્યા છે. કઠવા, પાદરી, તરસરા ગામ સજ્જડ બંધ રહ્યું છે. તો સાથે જ તળાજામાં અનિરુદ્ધ જોશીના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા છે. તરસરા ખાતે રહેતા યુવાન અનિરુદ્ધ જોશીના અંતિમસંસ્કાર તળાજા ખાતે કરવામાં આવ્યા છે. 35 વર્ષીય અનિરુદ્ધ જોશી તરસરા ગામે રેશન શોપના ડીલર હતા. અનિરુદ્ધ જોશીને સંતાનમાં માત્ર બે પુત્રીઓ હતી. સ્વજનોનો આરોપ છે કે પરિજનોને તેઓ સ્વખર્ચે લાવ્યા છે.

6 મૃતદેહો મોડી રાત્રે અમદાવાદ આવ્યા બાદ
ઉલ્લેખનીય છે કે જે 6 મૃતકોને મોડી રાતે તમામ મૃતદેહોને દહેરાદૂન મારફતે અમદાવાદ લાવવામાં આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા તેમને પોતાના વતન લઈ જવામાં આવ્યા છે. જ્યારે મૃતદેહને એરપોર્ટ પર લાવવામાં આવ્યા ત્યારે એરપોર્ટ પર પણ વાતાવરણ ગમગીન થઈ ચૂક્યું હતું. તમામ પરિવાર અને આસપાસના વિસ્તારમાં શોકનો માહોલ છે. આજે મહુવાના 2, તળાજાના 3 અને પાલિતાણાના 1 મૃતકની અંતિમ વિધિ વતનમાં જ કરવામાં આવશે. ભાવનગરના મીનાબેનના અંતિમ સંસ્કાર હરિદ્વારમાં કરી દેવામાં આવ્યા છે.
ક્યારે બની ઘટના
20મીની મોડી રાતે ઉત્તરાખંડમાં મોટી ઘટના બની. જેમાં ગંગોત્રી નેશનલ હાઈવે પર એક મોટો અકસ્માત થયો.. ગંગોત્રી તરફ આવી રહેલી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 7 મુસાફરોના મોત થયા અને 19 મુસાફરોને બચાવી લેવાયા છે. આ બસમાં 35 લોકો સવાર હતા જેમાં 27 લોકોને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એક મુસાફર ગુમ છે. રવિવાર ગુજરાતના લોકો માટે દુ:ખદ સમાચાર લઈને આવ્યો છે. જેમાં ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર યાત્રિકોની બસ ખીણમાં ખાબકતા સાત યાત્રિકોના મોત નિપજ્યા છે જ્યારે 28 યાત્રિકો ઈજાગ્રસ્ત થતા સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં 15મી ઓગસ્ટે ભાવનગરથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં 31 લોકો ચારધામની યાત્રાએ નીકળ્યા હતા. આ ઉપરાંત સુરત અને ગુજરાતના અન્ય કેટલાક યાત્રિકો પણ આ બસમાં સવાર હોવાનું સામે આવ્યું છે.

ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવી દીધો હતો
નોંધનીય છે કે, ગુજરાતથી ચારધામની યાત્રાએ ગયેલા યાત્રિકોએ ત્યાંથી સ્થાનિક બસમાં યાત્રા શરૂ કરી હતી. બસમાં ગુજરાતના લોકો સવાર હતા. આ ગંગોત્રી ધામની યાત્રા પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા. ગંગનાની પાસે ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેના કારણે બસ ક્રેશ બેરિયર તોડીને 50 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી અને બાદમાં વૃક્ષો વચ્ચે અટકી ગઈ હતી.
7 લોકોના મોત થયા તેની યાદી
1.ગીગાભાઈ ભમ્મર રહે.તળાજા
2.મીનાબેન કમલેશકુમાર ઉપાધ્યાય રહે.દેવરાજનગર
3.જોશી અનિરુદ્ધ હસુમખભાઈ રહે. તળાજા
4. દક્ષાબેન મહેતા રહે.મહુવા
5.ગણપતભાઈ મહેતા રહે.મહુવા
6.કરણ ભાટી. રહે.પાલિતાણા
7.રાજેશ મેર રહે. અલંગ
ઈજાગ્રસ્તોની યાદી
- ઘનશ્યામભાઈ ભાનુશંકર,ભાવનગર
- અશ્વિનભાઈ લાભશંકર જાની, ભાવનગર
- હરેન્દ્રસિંહ મહિપતસિંહ, ગુજરાત
- સંજુ રમેશચંદ્ર, દહેરાદૂન
- જયદીપ મુન્નાભાઈ, ભાવનગર
- જીતુ મોહિત, ભાવનગર
- કેતન હર્ષદરાય રાજ્યગુરુ, ભાવનગર
- દિપ્તીબેન કેતનભાઈ રાજ્યગુરુ, ભાવનગર
- નિરજ ચંદ્રકાન્ત, ભાવનગર
- મુકેશ ફૂલચંદ (ડ્રાઈવર), દહેરાદૂન
- વિવેક મનીષ પદારિયા, ભાવનગર
- સુરેશ ભવાની, ભાવનગર
- કમલેશ વમનભાઈ ઉપાધ્યાય, ભાવનગર
- બ્રિજરાજ જીવિહા, ભાવનગર
- રેખાબેન મહેશભાઈ, ભાવનગર
- દેવકુંરબેન સુરેશભાઈ, સુરત
- નિરલ યોગેશ, સુરત
- વિજય આતુજી રાઠોડ,સુરત
- જનાર્દન પોખરજી ભાટી, ગુજરાત
- રાઠોડ ગિરુભા અખુમા, ગુજરાત
- અશોક બલવંતસિંહ ગોહિલ, ભાવનગર
- મનીષ રમણિકભાઈ, ભાવનગર
- નયનાબેન મનીષભાઈ, ભાવનગર
- દિપ્તીબેન વૈભવભાઈ ત્રિવેદી, ભાવનગર
- હેતલબેન જનાર્દનભાઈ રાજ્યગુરુ, ભાવનગર
- ગાદાભાઈ મધુભાઈ, ગુજરાત
- સંજયકુમાર સાહુજી, ગુજરાત
- ભરતભાઈ કાન્તીભાઈ પ્રજાપતિ, ગુજરાત









