• ગેરરીતિ આચરનાર કર્મચારીઓ સામે પગલાં ભરવા માંગ ઊઠી

  • મજૂરીના નાણાં અન્યના ખાતાઓમાં ટ્રાન્સફર કરાયાની TDOને લેખિત રજૂઆત કરાઈ
  • અન્યના ખાતાઓમાં ટ્રાન્સફર કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ

મેઘરજ તાલુકાના કુણોલ ગામે મનરેગા હેઠળ 100દિવસની રોજગારીના નાણાં મજૂરી કરનારાઓને બોલે અન્યના ખાતાઓમાં ટ્રાન્સફર કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપ થયા છે. આ અંગે કુણોલના ગ્રામજનો દ્વારા મેઘરજ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને ભ્રષ્ટાચાર આચરનારાઓ સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. મેઘરજ તાલુકામાં કુણોલ ગામે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચારના આક્ષેપ થયાની રજૂઆતો કરવામાં આવી છે. ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં જાણ કરી હતી કે,મનરેગાની 100દિવસની રોજગારી તથા મકાનની મજૂરીનાં નાણાં 100દિવસની હાજરી ભરી અને તેમનાં સગા-સબંધીઓના ખાતામાં પેમેન્ટ કરી દેવાયુ છે. જ્યારે 100દિવસની મજૂરી તથા પીએમ આવાસ યોજનાની મજૂરીના નાણાં પંચાયતના એક શખ્સ દ્વારા ખોટી રીતે અરજદારોને છેતરાવી હું તમને પરત કરી દઈશ તેમ કહી નાણાંકિય રકમની ઉચાપત કરવામાં આવી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. અરજદારોને 100 દિવસની રોજગારીનાં નાણાં પરત મળે અને ગેરરીતિ આચરનારાઓ સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે તેવી માંગ કરાઈ છે. તાલુકા પંચાયતના જવાબદાર અધિકારીઓ અને મનરેગાનું મસ્ટર ઈસ્યુ કરનારાઓ સામે પણ પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.


  • Follow us on: