• જમાલપુરમાં મહિલા ખંડણીખોર ગેંગ થઇ સક્રિય
  • જમિલા મેનપુર નામની મહિલા ચલાવે છે ગેંગ
  • ઓફિસમાં જઇને ધમકી આપી ખંડણી ઉઘરાવતી

અમદાવાદમાં ખંડણીખોર ગેંગનો આતંક સામે આવ્યો છે. જેમાં જમાલપુરમાં મહિલા ખંડણીખોગ ગેંગ સક્રિય થઇ છે. જમીલા મેનપુર નામની મહિલા ગેંગ ચલાવે છે. લોકો પાસેથી ખુલ્લેઆમ ઉઘરાણી કરતી હોવાનો આક્ષેપ છે. તેમજ ઓફિસમાં જઇને ધમકી આપી ખંડણી ઉઘરાવતી હોવાનો આક્ષેપ કરાયો છે.

મહિલા સંચાલિત ખંડણીખોર ગેંગનો આંતક સામે આવ્યો

[[$googlead]]

જમાલપુર વિસ્તારમાં મહિલા સંચાલિત ખંડણીખોર ગેંગનો આંતક સામે આવ્યો છે. જમાલપુરમાં ખુલ્લેઆમ લોકો પાસેથી ખંડણીઓ ઉઘરાવી રહી છે. સ્થાનિક વેપારીઓની ઓફીસમાં જઈએ આ ગેંગ ખંડણીઓ ઉઘરાવી રહી છે. વેપારીની ઓફીસમાં અને બહાર જઈને ખંડણી લેતા સીસીટીવીમાં આ ગેંગ સામે આવી છે. જમિલા મેનપુર નામની મહિલા ખંડણીખોરીનું સમગ્ર નેટવર્ક ચલાવે છે.

[[$alsoread]]

સવા કરોડ રૂપિયા સુધી કમાઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે

અમદાવાદમાં જમાલપુર વિસ્તારમાં કોઈપણ વ્યક્તિને બિલ્ડીંગ બનાવી હોય ફ્લેટ બનાવવું હોય કે પોતાનું મકાન બનાવવું હોય પણ જમિલા મેનપુર વાલા ગેંગને જો તમે ખંડણી ના આપોતો તમારું મકાન જમીન દોસ્ત પણ થઈ શકે છે. આવી ધમકીના કારણે જમાલપુરમાં અનેક લોકોએ મહિલા સંચાલિત ગેંગને લાખો રૂપિયા ભરી દીધા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ગેંગ સવા કરોડ રૂપિયા સુધી કમાઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. 

  • Follow us on: