ખેરાલુમાં મનરેગામાં લાખો રુપિયાના કૌભાંડનો આક્ષેપ સામે આવતા હડકંપ મચી જવા પામ્યો છે. ત્યાર બાદ સંદેશ ન્યૂઝની ટીમે ડભાડ ગામે રિયાલિટી ચેક કર્યુ હતું. 7 ગામોમાં આંબાના વાવેતરમાં ગેરરિતીના આક્ષેપ લાગ્યા છે.


7 ગામોમાં આંબાના વાવેતરમાં ગેરરિતીના આક્ષેપ

ખેરાલુ મનરેગામાં લાખો રૂપિયાનો કૌભાંડ થતાં સંદેશ ન્યુઝની ટીમે ડભાડ ગામે રીયાલીટી ચેક કરી હતી. ડભાડ,લુણવા,મંડાલી,સાગથળા, કુંડા વિઠોડા અને સમોજા ગામની ઘટના હોવાનું સામે આવ્યું છે. સાત ગામોમાં આંબાના વાવેતરમાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ લગાવામાં આવ્યો છે. સખી મંડળની બહેનોએ જણાવ્યું કે અમે આંબાના રોપા ખેતરમાં વાવ્યા હતા.

400 આંબા ઉતારી ખેતરમાં વાવ્યા હતાઃ લીલાબેન

લીલાબેને જણાવ્યું કે અમે 400 આંબા ઉતારી ખેતરમાં વાવ્યા હતા. આંબા વાવ્યા બાદ પોતાના ઘરમાં પતિ સહિત 5 લોકોના નિધન થતાં જાળવણી કરી શક્યા નહીં ખેતરમાં ઈયળ, ભુંડ,રોઝ સહિતની સમસ્યાઓથી આંબા સુકાઈ ગયા છે તો ક્યાંક તુટેલી હાલતમાં આંબા સુકાયેલા જોવા મળ્યા હતા. સખી મંડળની બહેનોએ જણાવ્યું કે અમને પુરા આંબા મળ્યા હતા.

લોકપાલ દ્વારા તપાસ ચાલુ છે: TDO ખેરાલુ

ટીડીઓના જણાવ્યા અનુસાર, મનરેગા યોજના અંતર્ગત રાષ્ટ્રીય આજીવિકા મીશન યોજનાના લાભો સખી મંડળની બહેનોને રોજગારી મળી રહે તે અંતર્ગત આંબા આપ્યા હતા. ટીડીઓ કે.એ.ભાટીયાએ નિવેદનથી સમગ્ર વિગતો આપી હતી. તેમણે કહ્યું કે, સરકારની ગાઈડ લાઈન પ્રમાણે જ બિલ ચૂકવ્યું છે. ખેરાલુના TDOએ જણાવ્યું હતું આ સમગ્ર ઘટના અંગે લોકપાલ દ્વારા તપાસ ચાલુ છે

સતલાસણા જિલ્લા કોંગ્રેસ સદસ્ય કુલદીપ ચૌહાણનું નિવેદન સામે આવ્યું હતુ. તેમણે મનરેગા કૌભાંડ કર્યાની અરજી હતી. સતલાસણામાં બાગાયતની એકપણ ફાઈલ પાસ કરી નહોતી અને આ અંગે યોગ્ય તપાસ થાય તેવું નિવેદન આપ્યું હતુ.


  • Follow us on: