• એગોલા, મોરિયા, ખોડલાના ખેડૂતો બાયપાસની મુદ્દે વિરોધ
  • ખોડલા ગામ ખાતે 16 ગામના 500 જેટલા આગેવાનોએ એક બેઠક કરી
  • ખેડૂતો આક્રમક અને આંદોલનના માર્ગે વળશે

પાલનપુર ટ્રાફિક સમસ્યા હલ કરવા સરકાર દ્વારા પાલનપુર ફરતે બાયપાસ બનાવવાની કામગીરી આરંભી છે. જોકે બાયપાસમાં ખેડૂતો સાથે અન્યાય થતો હોવાના આક્ષેપો સાથે ખેડૂતોએ બાયપાસનો છેલ્લા 20 દિવસથી વિરોધ કર્યો છે . જોકે હવે આ વિરોધ આંદોલનમાં પરિણમે છે. છેલ્લા 20 દિવસથી એગોલા, મોરિયા, ખોડલાના ખેડૂતો બાયપાસની મુદ્દે વિરોધ કરી રહ્યા હતા.

ખોડલા ગામ ખાતે 16 ગામના 500 જેટલા આગેવાનોએ એક બેઠક કરી

[[$googlead]]

પરંતુ આજે ખોડલા ગામ ખાતે 16 ગામના 500 જેટલા આગેવાનોએ એક બેઠક કરી અને જો બાયપાસની સમસ્યાનું હલ નહી આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાના નિર્ણયો કરી લીધા છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર તાલુકાના સોનગઢથી પાલનપુર તાલુકાના જગાણા સુધી 24 kmનો બાયપાસ સરકારએ મંજૂર કર્યો છે. પાલનપુરના એરોમાં સર્કલની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે સરકારએ બાયપાસને મંજૂરી આપી છે. અને હવે તેનું જમીન સંપાદન થઈ રહ્યું છે. પરંતુ આ જમીન સંપાદનમાં આ બાયપાસમાં આવતા 16 જેટલા ગામોના ખેડૂતો આ બાયપાસનો વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોને બાયપાસ બને તેનો વિરોધ નથી પરંતુ બાયપાસ માટે 30 મીટર જગ્યાની જરૂરિયાત છે અને સરકાર તેમની પાસેથી 60થી 100 મીટર જગ્યા લઈ રહી છે.

[[$alsoread]]

ખેડૂતો આક્રમક અને આંદોલનના માર્ગે વળશે

 એટલે જો આ ખેડૂતોની 100 મીટર જગ્યા લેવાય તો અનેક ખેડૂતોના ખેતર આ બાયપાસમાં જતા રહે તેમ છે. અનેકના મકાન જતા રહે છે .બોરકુવા અને ખેડૂતોની જમીન પણ જતી રહે છે એટલે ખેડૂતોનું કહેવું છે કે 30 મીટર જગ્યાની જરૂરિયાત છે તે ખેડૂતો આપવા તૈયાર છે પરંતુ વધારાની જગ્યા આપવા ખેડૂતો તૈયાર નથી. જો કે સાથે સાથે સરકાર જે ખેડૂતોને વળતર આપી રહી છે તે પણ જંત્રી પ્રમાણે વળતર આપી ન રહી હોવાના આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે ખેડૂતોની માગણી છે કે તેમની જમીન છે અને બજાર ભાવ પ્રમાણે વળતર મળવું જોઈએ. એટલે ખેડૂતો રજૂઆત તો કરી ચૂક્યા છે વિરોધ પણ કરી ચૂક્યા છે. પરંતુ હજુ સુધી સરકારે આ ખેડૂતોનું સાંભળ્યું નથી. એટલે ખેડૂતો હવે લડવાના મૂડમાં છે અને આજે ખોડલા ખાતે 16 ગામના 500 જેટલા ખેડૂત આગેવાનોની બેઠક હતી અને તેમાં પાલનપુર ધારાસભ્યની પણ હાજરી હતી અને ધારાસભ્યની વચ્ચે ખેડૂતોએ ધારાસભ્યને એક અઠવાડિયાની મુદ્દત આપી છે અને ત્યારબાદ ખેડૂતો આક્રમક અને આંદોલનના માર્ગે વળશે.


  • Follow us on: