- ગાંધીનગર ખાતે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની બેઠકનો દોર શરૂ
- કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ગાંધીનગરની ખાનગી હોટલમાં બેઠક
- ધારાસભ્યો અને હોદ્દેદારો સહિત 50 જેટલા લોકોએ મિટિંગમાં હાજરી આપી
2024 ની લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ ગુજરાતમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે પ્રયત્ન કરી રહ્યું છે. જેના માટે ગાંધીનગર ખાતે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓની બેઠકનો દોર શરૂ થયો છે. જેમાં વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ ગાંધીનગરની ખાનગી હોટલમાં નેતાઓ સાથે બેઠકો શરૂ કરી છે.
લોકસભાની ચૂંટણી પહેલાં સંગઠનને મજબૂત કરવા માટે અમિત ચાવડાએ ધારાસભ્યો અને હોદ્દેદારો સહિત 50 જેટલા લોકોએ મિટિંગમાં હાજરી આપી હતી. આથી આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસમાં નવા જુની થાય તેવું જાણકારોમાં ચર્ચાઈ રહ્યું છે. તેમજ કોંગ્રેસમાં આપ પાર્ટીની માફક નેતાઓની ખેંચતાણ ન થાય તેના પર પણ તેઓ નજર રાખી રહ્યા છે.
જો કે આ બેઠકમા કઈ બાબતો પર ચર્ચા કરવામાં આવી કે ક્યા મુદ્દે રણનીતિ ઘડવામાં આવી તે મામલે હજુ સુધી સ્પષ્ટ થયું નથી ! પરંતુ બેઠકને લઈને રાજકારણ ગરમાયું છે. આગાઉ એટલે કે 2017ની ચૂંટણીમાં 77 બેઠક પર જીત મેળવી લેનાર કોંગ્રેસ એટલી હદે નબળી પડી હતી. કે તાજેતરની ચૂંટણીમાં 17 બેઠક પર જ જીત મળી હતી.









