• 22 એપ્રિલથી 16 જૂન 2023 સુધી 3 વખત આરતી
  • સવારે 7, બપોરે 12:30, સાંજે 7 વાગ્યે થશે આરતી
  • સવારે 7:30થી 10:45 વાગ્યા સુધી દર્શન કરી શકાશે

બનાસકાંઠાના અંબાજી મંદિરના દર્શન, આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં 22 એપ્રિલથી 3 વખત માતાજીની આરતી થશે. તેમજ 22 એપ્રિલથી 16 જૂન 2023 સુધી 3 વખત આરતી થશે. તેમાં સવારે 7, બપોરે 12:30, સાંજે 7 વાગ્યે આરતી કરવામાં આવશે.

સવારે 7:30થી 10:45 વાગ્યા સુધી દર્શન કરી શકાશે

ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિરમાં સવારે 7:30થી 10:45 વાગ્યા સુધી દર્શન કરી શકાશે. તથા બપોરે 1 વાગ્યાથી 4:30 વાગ્યા સુધી દર્શન કરી શકાશે. તેમજ સાંજે 7:30થી 9:15 વાગ્યા સુધી દર્શન કરી શકાશે. તથા સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થવાથી અંબાજી મંદિરનો દર્શન સમય બદલાયો છે. આ સમયગાળામાં અન્નકૂટ યોજાશે નહીં. મંદિરના ચાચર ચોકમાં કાચ વડે સૂર્યનારાયણનું પ્રતિબીંબ માતાજી પર પાડવામાં આવે છે. તથા સૂર્યનારાયણ પણ માતાજીના દર્શન કરવા આવે છે. ત્યારબાદ અંબાજી મંદિરની આરતી બપોરની શરૂ થાય છે. 

  • Follow us on: