હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભર ઉનાળે વરસાદની આગાહી કરી છે,અંબાલાલ પટેલનું માનવું છે કે,આગામી 24 કલાકમાં વાતાવરણમાં પલટો આવશે અને ઉત્તર ગુજરાત,મધ્ય ગુજરાત,સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે,24 કલાક બાદ ફરી તાપમાનનો પારો ઉચકાશે અને મધ્ય ગુજરાતમાં તાપમાન 43 થી 44 ડિગ્રી સુધી જઈ શકે છે,કચ્છમાં તાપમાન 43 ડિગ્રી પહોંચવાની શક્યતા છે.
ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં તાપમાન 42 ડિગ્રી રહેશે : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું કહેવું છે કે,18 થી 22 એપ્રિલ દરમિયાન વાતવરણમાં પલટો આવશે અને વંટોળ સાથે વરસાદ રહેવાની શક્યતા રહેલી છે,એપ્રિલના અંતે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે,જેમાં આંધી,વંટોળ આવશે અને આ વખતે ચોમાસુ સારૂ રહેશે,ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે,જેમાં મે મહિનામાં વાતાવરણમાં ફેરફાર થવાની સંભાવના છે,સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે સાથે સાથે જેટલી વધુ ગરમી તેટલું વધુ વાતાવરણમાં પરિવર્તન આવશે.
દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો માં તાપમાન ૪૨ ડિગ્રી આસપાસ રહી શકે : અંબાલાલ પટેલ
પૂર્વ ગુજરાતના ભાગોમાં તાપમાન ૩૩ ડિગ્રી સુધી રહી શકે છે તો ૧૨-૧૩ એપ્રિલ દરમિયાન ભારે પવન આંધી વંટોળનું પ્રમાણ રહેશે,તો ૧૪ એપ્રિલથી બંગાળનો ઉપસાગર સક્રિય થાય અને વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે તેમજ ૨૬ એપ્રિલથી ગરમીનું પ્રમાણ વધશે અને મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી સુધી જઈ શકે છે,મે માસમાં વાવાઝોડા બંગાળના ઉપસાગર તથા અરબી સમુદ્રમાં ત્યારબાદ વાવાઝોડા સક્રિય થશે.મે માસ માં મહત્તમ તાપમાન ૪૬ ડિગ્રી સુધી જઈ શકે છે.
કચ્છમાં 40 ડિગ્રી સુધી મહતમ તાપમાન નોંધાશે : અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે,મધ્ય ગુજરાત અમદાવાદ ,ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા, સહિત 41 ડિગ્રી સુધી ગરમી રહેશે તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, દમણ સહિતના વિસ્તારોમાં 42 ડિગ્રી સુધી ગરમી રહી શકે છે,સૌરાષ્ટ્રના ભાગોમાં અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, રાજકોટ સહિત 39 થી 40 ડિગ્રી રહેશે તો અગાઉ રાજ્યમાં નબળા પડેલા વેસ્ટર્ન ડિસ્ટર્બનસને લીધે માર્ચમાં ગરમી આકરી પડશે સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બનસને લીધે વાદળછાયું વાતાવરણ રહેશે.
ગુજરાતના ભીન્ન ભીન્ન ભાગોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે : અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં માર્ચના અંત સુધી, માર્ચના અંતથી અને એપ્રિલની શરૂઆત સુધીમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છાંટા પડવાની શક્યતાઓ રહેશે.આગામી દિવસોમાં ભારે પવનના તોફાનો અને ઝડપી પવનોની સાથે સાથે વરસાદ, મેઘ ગર્જના અને સમુદ્ર કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે.









