હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભર ઉનાળે વરસાદની આગાહી કરી છે,અંબાલાલ પટેલનું માનવું છે કે, હજુ પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થશે અને ઉ. ગુજરાત અને કચ્છના ભાગોમાં વરસાદ થઈ શકે છે, 13, 14 અને 15 મે સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, ગુજરાતમાં 17 મે થી તાપમાનમાં વધારો થશે અને મહત્તમ તાપમાન 39 કે 40 ડિગ્રી થવાની શક્યતા છે.
17 મે થી ઉકળાટ અને ગરમીમાં વધારો થશે : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું કહેવું છે કે,આગામી 13 મે થી પ્રિ મોનસૂન એક્ટીવિટી શરૂ થશે અને આ વખતે ચોમાસું વહેલું શરૂ થવાની શક્યતા છે, 24, 25 મે થી 4 જૂન વચ્ચે અરબ સાગરમાં હલચલ થશે અને 28 મે થી 4 જૂન સુધી કેરળમાં ચોમાસુ શરૂ થશે અને લો પ્રેશર થતા અરબ સાગરમાં ચક્રવાત થઈ શકે છે અને રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો ચોમાસુ સારું જશે તેવી આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે.
દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો માં તાપમાન ૪૨ ડિગ્રી આસપાસ રહી શકે : અંબાલાલ પટેલ
પૂર્વ ગુજરાતના ભાગોમાં તાપમાન ૩૩ ડિગ્રી સુધી રહી શકે છે તો ૧૪ મે થી બંગાળનો ઉપસાગર સક્રિય થાય અને વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે તેમજ 14 મે થી ગરમીનું પ્રમાણ વધશે અને મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી સુધી જઈ શકે છે,મે માસમાં વાવાઝોડા બંગાળના ઉપસાગર તથા અરબી સમુદ્રમાં ત્યારબાદ વાવાઝોડા સક્રિય થશે.મે માસ માં મહત્તમ તાપમાન ૪૬ ડિગ્રી સુધી જઈ શકે છે.
કચ્છમાં 40 ડિગ્રી સુધી મહતમ તાપમાન નોંધાશે : અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે,મધ્ય ગુજરાત અમદાવાદ ,ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા, સહિત 41 ડિગ્રી સુધી ગરમી રહેશે તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, દમણ સહિતના વિસ્તારોમાં 42 ડિગ્રી સુધી ગરમી રહી શકે છે,સૌરાષ્ટ્રના ભાગોમાં અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, રાજકોટ સહિત 39 થી 40 ડિગ્રી રહેશે તો અગાઉ રાજ્યમાં નબળા પડેલા વેસ્ટર્ન ડિસ્ટર્બનસને લીધે મે મહિનાના અંતમાં ગરમી આકરી પડશે સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બનસને લીધે વાદળછાયું વાતાવરણ રહેશે.









