હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીને લઈ આગાહી કરી છે,અંબાલાલ પટેલનું માનવું છે કે આ વખતે રાજ્યમાં ઉનાળો આકરૂ તેવર બતાવશે તેમજ માર્ચ મહિનામાં ગરમી મહા મુસીબત બનશે 7 માર્ચથી મહત્તમ તાપમાનમાં વધારો થતાં ગરમી ભૂક્કા બોલાવશે તેવી આગાહી કરવામા આવી છે.તો બીજી તરફ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ સહિતના ભાગોમાં મહતમ તાપમાન 38 થી 39 ડિગ્રી સુધી રહેશે .


[[$googlead]]

કચ્છમાં 40 ડિગ્રી સુધી મહતમ તાપમાન નોંધાશે : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે,મધ્ય ગુજરાત અમદાવાદ ,ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા, સહિત 41 ડિગ્રી સુધી ગરમી રહેશે તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, દમણ સહિતના વિસ્તારોમાં 42 ડિગ્રી સુધી ગરમી રહી શકે છે,સૌરાષ્ટ્રના ભાગોમાં અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, રાજકોટ સહિત 39 થી 40 ડિગ્રી રહેશે તો અગાઉ રાજ્યમાં નબળા પડેલા વેસ્ટર્ન ડિસ્ટર્બનસને લીધે માર્ચમાં ગરમી આકરી પડશે સાથે સાથે 3 થી 6 માર્ચમાં વેસ્ટર્ન ડિસ્ટર્બનસને લીધે વાદળછાયું વાતાવરણ રહેશે.

[[$alsoread]]

ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે : અંબાલાલ પટેલ

હાલ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં એક મધ્યમ કક્ષાનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. જેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં ભારે પવન, બરફ વર્ષા, કરા સાથે વરસાદ થઈ રહી છે અને બે થી ત્રણ ઇંચ વરસાદ થવાની શક્યતા છે.ગુજરાતમાં વાદળો આવી શકે છે અને કંઈક મધ્ય ગુજરાતના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગોમાં, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, જામનગરના ભાગો, કચ્છના ભાગો વાદળો આવવાની શક્યતા રહેશે. રાજસ્થાનના ભાગોમાં વરસાદી છાંટા થવાની શક્યતાઓ રહેશે અને ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

 

  • Follow us on: