હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજયમાં ફરી વરસાદ પડવાની આગાહી કરી છે,રાજ્યમાં ઠંડીના ચમકારા સાથે માવઠાની શકયતા પણ સેવાઈ રહી છે,વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વારંવાર નબળું પડતા વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે,5થી 7 ફ્રેબુઆરીએ ઉત્તર ગુજરાતમાં માવઠાની શકયતા સેવાઈ રહી છે જયારે અન્ય વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે.


[[$googlead]]

ઠંડીમાં થશે વધારો : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે,5, 6 અને 7 ફેબ્રુઆરીમાં ઠંડીનો ચમકારો વધશે સાથે સાથે 9, 10 અને 11 ફેબ્રુઆરીએ વાતાવરણમાં પલટો આવશે તો બીજી તરફ 9 થી 11 ફેબ્રુઆરીએ કેટલાક વિસ્તારોમાં પડી શકે છે માવઠું,તો 23 અને 24 ફેબ્રુઆરીએ કમોસમી વરસાદની ફરીથી આગાહી કરવામાં આવી છે.

[[$alsoread]]

જાણો કયાં કેટલું તાપમાન રહી શકે છે : અંબાલાલ પટેલ

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું માનવું છે કે,ફેબ્રુઆરી મહિનામાં ઉત્તર ગુજરાતના ભાગોમાં 12 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે તો કચ્છના ભાગોમાં 10 ડિગ્રી લઘુતમ તાપમાન રહી શકે છે,મધ્ય ગુજરાતમાં 15 ડિગ્રી સુધીનું લઘુતમ તાપમાન રહી શકે છે,સૌરાષ્ટ્રના ભાગોમાં 13 ડિગ્રી સુધી લઘુતમ તાપમાન રહેવાની શકયતાઓ છે.

ગુજરાતમાં ઠંડીનો હજી રહેશે ચમકારો : અંબાલાલ પટેલ

ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો હતો અને સૌરાષ્ટ્ર કચ્છમાં શીત લહેર પણ ફરી વળી હતી પરંતુ મજબૂત વેસ્ટન ડીસ્ટર્બન્સ આવતાની સાથે જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે શિયાળાની સિઝનનો બીજો મજબૂત વેસ્ટન ડીસ્ટર્બન્સ દેશના ઉત્તરીયા પર્વતીય વિસ્તારોમાં આવી રહ્યો છે. ત્યારે જેટ ધારા લીધે અને અને બંગાળના ભેજના કારણે અરબ સાગરના ભેજના કારણે કમોસમી વરસાદ કરા, પવનના તોફાનો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં જમ્મુ કાશ્મીર હરિયાણા પંજાબ રાજસ્થાન દિલ્હી અને મધ્યપ્રદેશ સુધી અને ગુજરાતના કેટલાક ભાગો સુધી તેની અસર વર્તાશે.

  • Follow us on: