હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભર ઉનાળે વરસાદની આગાહી કરી છે,અંબાલાલ પટેલનું માનવું છે કે,4 થી 11 એપ્રિલે હવામાનમાં પલટો આવશે અને તેની વધારે અસર દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં જોવા મળશે,સાથે સાથે રાજયમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ રહેશે,તો મે મહિનામાં ગરમીનું મહત્તમ તાપમાન 46 ડિગ્રી સુધી જઈ શકે છે,10 થી 19 મે વચ્ચે આંધી વંટોળનું પ્રમાણ રહેશે અને કાચા મકાનના છાપરા ઉડી જાય તેવી આંધી આવવાની પણ શકયતાઓ રહેલી છે.
એપ્રિલ મહિનામાં વાતાવરણમાં પલટો આવશે : અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલનું કહેવું છે કે,આગામી 4 થી 11 એપ્રિલ દરમિયાન ગુજરાત સહિત દેશના હવામાનમાં પલટો આવશે,રાજ્યના પૂર્વિય ભાગોમાં દક્ષિણ તથા ઉત્તર ગુજરાતમાં ૧૧ એપ્રિલ સુધી હવામાનમાં પલટો આવશે તેમજ રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ થશે અને વરસાદી છાંટા પણ પડશે,કચ્છ અને ઉત્તર પૂર્વ ગુજરાતમાં તાપમાન ૪૨ ડિગ્રીની આસપાસ રહી શકે છે તો દક્ષિણ ગુજરાતમાં તાપમાન ૪૦ ડિગ્રી શેલ્સિયસ રહી શકે છે.
દક્ષિણ સૌરાષ્ટ્ર ના ભાગો માં તાપમાન ૪૨ ડિગ્રી આસપાસ રહી શકે : અંબાલાલ પટેલ
પૂર્વ ગુજરાતના ભાગોમાં તાપમાન ૩૩ ડિગ્રી સુધી રહી શકે છે તો ૧૨-૧૩ એપ્રિલ દરમિયાન ભારે પવન આંધી વંટોળનું પ્રમાણ રહેશે,તો ૧૪ એપ્રિલથી બંગાળનો ઉપસાગર સક્રિય થાય અને વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે તેમજ ૨૬ એપ્રિલથી ગરમીનું પ્રમાણ વધશે અને મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી સુધી જઈ શકે છે,મે માસમાં વાવાઝોડા બંગાળના ઉપસાગર તથા અરબી સમુદ્રમાં ત્યારબાદ વાવાઝોડા સક્રિય થશે.મે માસ માં મહત્તમ તાપમાન ૪૬ ડિગ્રી સુધી જઈ શકે છે.
10 એપ્રિલ સુધી મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચશે : અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે,10 એપ્રિલ સુધી મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચશે તો મોટા ભાગના જિલ્લામાં તાપમાન 41 ડિગ્રી ઉપર રહેશે અને એપ્રિલમાં ભારે આંધી અને તોફાની પવન ફૂંકાશે તો ભારે પવનોના લીધે કેરીના પાકને નુકસાન થઇ શકે છે,અને એપ્રિલ મહિનાના અંતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાશે.
કચ્છમાં 40 ડિગ્રી સુધી મહતમ તાપમાન નોંધાશે : અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે,મધ્ય ગુજરાત અમદાવાદ ,ગાંધીનગર, વડોદરા, આણંદ, ખેડા, સહિત 41 ડિગ્રી સુધી ગરમી રહેશે તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત, દમણ સહિતના વિસ્તારોમાં 42 ડિગ્રી સુધી ગરમી રહી શકે છે,સૌરાષ્ટ્રના ભાગોમાં અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, રાજકોટ સહિત 39 થી 40 ડિગ્રી રહેશે તો અગાઉ રાજ્યમાં નબળા પડેલા વેસ્ટર્ન ડિસ્ટર્બનસને લીધે માર્ચમાં ગરમી આકરી પડશે સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બનસને લીધે વાદળછાયું વાતાવરણ રહેશે.
ગુજરાતના ભીન્ન ભીન્ન ભાગોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે : અંબાલાલ પટેલ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રના ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં માર્ચના અંત સુધી, માર્ચના અંતથી અને એપ્રિલની શરૂઆત સુધીમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છાંટા પડવાની શક્યતાઓ રહેશે.આગામી દિવસોમાં ભારે પવનના તોફાનો અને ઝડપી પવનોની સાથે સાથે વરસાદ, મેઘ ગર્જના અને સમુદ્ર કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. જેમાં લગભગ તારીખ 28-29 અને 30માં ગુજરાતના ભીન્ન ભીન્ન ભાગોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે.









