- પહેલીવાર કેન્દ્રીય એજન્સીઓ પાસેથી ટેકસ વસુલ્યો
- રેલવે, BSNL,એરપોર્ટ અને ONGC પાસેથી ટેકસ વસુલ્યો
- અમદાવાદ રેલવે વિભાગે પ્રથમ વખત ટેક્સની કરી ચુકવણી
અમદાવાદમાં ટેકસ વસુલીમાં AMCએ ઇતિહાસ સર્જ્યો છે. જેમાં AMCએ પહેલીવાર કેન્દ્રીય એજન્સીઓ પાસેથી ટેકસ વસુલ્યો છે. તેમાં રેલવે, BSNL, એરપોર્ટ અને ONGC પાસેથી ટેકસ વસુલ્યો છે. તેમજ ઇન્કમટેક્સ વિભાગ પાસેથી AMCએ ટેકસ વસુલ્યો છે.
રેલવે પાસેથી 13 કરોડ રૂપિયા AMCને ટેકસ મળ્યો
અમદાવાદ રેલવે વિભાગે પ્રથમ વખત ટેક્સની ચુકવણી કરી છે. જેમાં રેલવે પાસેથી 13 કરોડ રૂપિયા AMCને ટેકસ મળ્યો છે. તથા રેલવેએ MOU પ્રમાણે 50 ટકા ટેક્સ ચૂકવ્યો છે. જેમાં અમદાવાદમાં ટેકસ વસુલીમાં AMCએ ઇતિહાસ સર્જ્યો છે. તેમાં પહેલીવાર કેન્દ્રીય એજન્સીઓ પાસેથી ટેકસ વસુલ્યો છે. જેમાં રેલવે સ્ટેશન, રેલવેના હાઉસિંગ યાર્ડ અને શેડનો ટેક્સ લેવાતો હોય છે.
ઇન્કમટેક્સ પાસેથી 2.5 કરોડ અને ONGC પાસેથી 76 લાખ વસુલયા
2010થી AMCએ રેલવે પાસે ટેકસની માંગ કરી હતી. તથા SCના ચુકાદા બાદ ટેક્સની આકારણી કરી હતી. તથા અન્ય કેન્દ્રીય એજન્સીઓ પાસેથી પણ ટેક્સ વસુલયો છે. જેમાં કઈ કેન્દ્રીય એજન્સી પાસેથી કેટલો ટેકસ મળ્યો તે જાણીએ. જેમાં રેલવે પાસેથી 13 કરોડ, BSNL પાસેથી 6 કરોડ, એરપોર્ટ પાસેથી 4 કરોડ, ઇન્કમટેક્સ પાસેથી 2.5 કરોડ અને ONGC પાસેથી 76 લાખ વસુલયા છે. આવનાર સમયમાં હજી પણ AMCને કેન્દ્રીય એજન્સીઓ પાસેથી આવક થશે. જેમાં રેલવેએ ઇતિહાસમાં પ્રથમ વાર ટેકસ ચૂકવ્યો છે.









