- GMDCમાં આસારામ આશ્રમના બુક સ્ટોલને બંધ કરાયો
- વિવાદ વકર્યા બાદ આસારામના સ્ટોલને બંધ કરવામાં આવ્યો
- વિવાદ વકરતા સ્ટોલમાં બાઉન્સર કરાયા હતા તૈનાત
અમદાવાદમાં હાલમાં ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે આયોજીત રાષ્ટ્રીય પુસ્તક મેળો ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. નવમા વાઈબ્રન્ટ નેશનલ બુક ફેરની શરૂઆત થઈ છે ત્યારે અનેક જગ્યાઓથી લોકો અહીંની મુલાકાતે આવી રહ્યા છે. આ સમયે જ અહીં વિવાદ પણ સર્જાયો હતો. અહી એક સ્ટોલ જોઈને લોકો ચોંકી ગયા હતા. પુસ્તકમેળામાં આયોજકો દ્વારા વિવાદિત આસારામના સાહિત્ય સામગ્રી માટે સ્ટોલ ફાળવાયેલો જોવા મળ્યો. 9 માં પુસ્તક મેળામાં વિવાદિત આસારામને લગતી સાહિત્ય સામગ્રીના સ્ટોલને પરવાનગી આપાતા વિવાદ સર્જાયો છે. વિવાદ બાદ AMCએ આ સ્ટોલને લઈને નિર્ણય લીધો હતો.

આસારામ આશ્રમના બુક સ્ટોલને બંધ કરાયો
આસારામ આશ્રમના સ્ટોલને લઈને વિવાદ વકર્યા બાદ આસારામના સ્ટોલને બંધ કરવામાં આવ્યો હતો. જો કે આયોજકોએ આસારામ આશ્રમના 31 અને 32 નંબરના જ્ઞાન ગંગા નામના સ્ટોલને ફક્ત સફેદ કપડાંથી ઢાંકી દીધો હતો. સ્ટોલની તમામ પુસ્તક સામગ્રી હજુ પણ સ્ટોરમાં ઉપલબ્ધ છે. બુકફેરમાં સતત વિવાદ વકરતા સ્ટોલમાં બાઉન્સર પણ તૈનાત કરી દેવામાં આવ્યા હતા.

6 થી 12 જાન્યુઆરી માટે કરાયું બુકફેરનું આયોજન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 6 થી 12 જાન્યુઆરી દરમિયાન નવમા વાઈબ્રન્ટ અમદાવાદ નેશનલ બુક ફેર 2024નું આયોજન કરવામાં આવ્યું છે. બુક ફેરનો સમય દરરોજ બપોરે 12થી રાત્રે 10 વાગ્યા સુધીનો છે. આ વર્ષે બુકફેરનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમયે તેઓએ તમામ સ્ટોલની મુલાકાત પણ લીધી હતી.









