અમદાવાદના નિકોલમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે,જાણે રોડ પર એમ લાગે કે વરસાદનું પાણી ભરાયું છે,પરંતુ આ વરસાદનું પાણી નથી આ ગટરનું પાણી છે અને સ્થાનિકો આ ગટરના પાણીમાંથી પસાર થઈ રહ્યાં છે,નિકોલના ગોપાલ ચોકમાં આ ગટરના પાણી ઉભરાઈને બહાર આવ્યા છે.


[[$googlead]]

સ્થાનિકો અકળાતા રોડ કર્યો ચક્કાજામ

અમદાવાદના નિકોલમાં ગટરનાં પાણી ઉભરાવાના યથાવત છે,હજી સુધી કોર્પોરેશન કે કોર્પોરેટરો આ ગટરના પાણીની સમસ્યા દૂર કરી શકયા નથી જેના કારણે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો છે અને ગટરનાં પાણી ભરાતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે,વારંવાર રજૂઆત છતાં સ્થિતિમાં સુધારો નથી અને બે દિવસ પહેલાં પણ સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો,સ્થાનિકોની હાલાકી છતાં તંત્રના પેટનું પાણી નથી હલતું.

[[$alsoread]]

ધારાસભ્ય કયાં ગયા ?

સમગ્ર ઘટનાની વાત કરીએ તો છેલ્લા પાંચ દિવસથી ગટરના પાણી ઉભરાઈને બહાર આવી રહ્યાં છે,સ્થાનિકોનો આક્ષેપ છે કે,ગટરના પાણીની દુર્ગંધ ઘરમાં આવી રહી છે,તો લોકો બીમારીનો ભોગ બની રહ્યાં છે કેમકે ગટરના પાણીના કારણે મચ્છરોનો ઉપદ્વવ પણ વધી રહ્યો છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે ધારાસભ્ય હોય કે કોર્પોરેટર હોય તે કોઈ જોવા આવ્યું નથી અને અમારી સમસ્યા દૂર પણ થઈ નથી,અમદાવાદના મેયર સાહેબ જરા જુઓ આ દ્રશ્યો તો તમને પણ ખબર પડશે કે તમારા કોર્પોરેટરો વિસ્તારમાં શું કામ કરી રહ્યાં છે.

વરસાદ જેવા પાણી ભરાતા સ્થાનિકો પરેશાન

સ્થાનિકોનું કહેવું છે કે, ગોપાલચોકમાં છેલ્લા 6 મહિનાથી ગટર ઊભરાવાની સમસ્યા છે. ઘણા સયમથી આ સમસ્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પ્રકારે કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી. રસ્તા પર ગટરના પાણી ભરાયેલા રહેતા હોવાથી ગંદકી થાય છે અને પરિવહન કરતાં લોકોને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે.

 

  • Follow us on: