• 31 જુલાઈ સુધી AMCનો કન્ટ્રોલ રૂમ કાર્યરત રહેશે
  • 4 હેલ્પલાઈન નંબર જાહેર કરાયા જેના પર નાગરિકો કરી શકશે સંપર્ક
  • મહત્વના જંક્શન,અંડરપાસ અને પાણી ભરાવાની સમસ્યા વાળા સ્પોટ પર સીસીટીવીથી નજર રાખાશે

ગુજરાતમાં ટૂંક સમયમાં વરસાદનું આગમન થશે તો વરસાદના સમયે શહેરમાં શું સ્થિતિ છે તે જાણવા માટે અમદાવાદ મ્યું.કોર્પોરેશન દ્રારા પાલડી ખાતે કન્ટ્રોલ રૂમ શરૂ કરાયો છે.શહેરના મહત્વના જંક્શન,અંડરપાસ અને પાણી ભરાવાની સમસ્યા વાળા સ્પોટને સીસીટીવી હેઠળ નજર રાખવામાં આવશે,પાણી ભરાવવું,ટ્રાફિક સમસ્યા,ઝાડ પડવા,રોડ બ્લોક થવા સહિતની બાબતોનું મોનિટરીંગ કરાશે.હેલ્પલાઇન પર આવતી ફરિયાદના નિવારણ માટે કર્મચારીઓ સતત રહેશે હાજર.

ચોમાસુ શરૂ થવાને ગણતરીના દિવસો બાકી

[[$googlead]]

ચોમાસું શરૂ થવાના આડે હવે થોડા દિવસ જ બાકી રહ્યા છે. આ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં આવી ગયું છે. શહેરમાં વરસાદ સમયે અમદાવાદીઓને કોઇ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. પરંતુ અહીંયા એ કહેવું પણ ખોટું નથી કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના ચોમાસું મોડલ હંમેશા ફેઈલ થયા છે. આજ દિવસ સુધી અમદાવાદ તંત્રના કોઇ પણ ચોમાસું મોડલ સફળ થયા નથી.

[[$alsoread]]


તાત્કાલિક નિવારણ કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમદાવાદ શહેરમાં પડતા વરસાદ તેમજ પાણીના નિકાલની ફરિયાદ માટે અલગ અલગ ઝોનની અંદર કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. જેનો મુખ્ય કંટ્રોલ રૂમ અમદાવાદ શહેરના પાલડી ખાતે તૈયાર કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ અંદર કર્મચારીઓ શિફ્ટ મુજબ 24 કલાક હાજર રહેશે. શહેરમાં કયા વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે. તાત્કાલિક નિવારણ કેવી રીતના લાવી શકાય છે. તેનું સમગ્ર સંચાલન કંટ્રોલરૂમથી કરવામાં આવશે.


રેઈન ગેજ મશીન મૂકાશે

વરસાદ કેટલા પ્રમાણમાં પડયો છે તે માટે શહેરના અલગ અલગ ઝોનમાં રેઈન ગેજ મશીન મૂકવામાં આવશે. જેમાં પાલડી મુખ્ય કંટ્રોલ રૂમ ખાતે એક રેઈન ગેજ મશીન મૂકવામાં આવ્યુ છે. જ્યારે પૂર્વ ઝોનમાં વિરાટનગર, ઓઢવ, કઠવાડા, રામોલ, નિકોલ , ચકુડિયા રોડ સ્ટોર જ્યાં કુલ 6 રેઈન ગેજ મશીન મૂકવામાં આવશે જ્યારે પશ્ચિમ ઝોનમાં ઉસ્માનપુરા, ચાંદખેડા, રાણીપ કુલ 3 મશીન મુકવામાં આવશે. જ્યારે ઉત્તર ઝોનમાં બોડકદેવ, ગોતા, વસંતનગર અને વંદે માતરમ ખાતે મૂકવામાં આવશે.

મુખ્ય કંટ્રોલ રૂમની કામગીરી

મુખ્ય કંટ્રોલ રૂમ પાલડી ખાતે સંસ્કાર કેન્દ્રમાં તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં જુદા જુદા ઝોનમાં કંટ્રોલ માંથી દર બે કલાકે વરસાદના આંકડા એકત્ર કરવામાં આવશે. આ ઉપરાંત વાસણા મેરેજ તથા ધરોઈ ડેમનું લેવલનું માપ પણ કરવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ ખાતાઓ તથા સરકારી તેમજ પ્રાઇવેટ સંસ્થા સાથે સંકલન પણ કરવામાં આવશે શહેરમાં વરસાદથી ઝાડ પડવા રસ્તાઓ બેસી જવા ભયજનક મકાનો પડી જવા કે ભારે વરસાદ દરમિયાન પાણી ભરાવું જેવી ફરિયાદોની રીત જેથી વિભાગને તાત્કાલિક સંપર્ક કરી ફરિયાદનો નિકાલ કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં આવેલ તમામ અંડરપાસની વિગતો પણ મેળવવામાં આવશે.  

  • Follow us on: