અમદાવાદના વસ્ત્રાલમાં પણ ઉત્તરપ્રદેશ વાળી થઈ છે જેમાં ગઈકાલે જાહેરમાં આતંક મચાવનાર આરોપીઓ સામે પોલીસે તો કાર્યવાહી કરી છે પરંતુ તંત્ર પણ આ મામલે કડક કાર્યવાહી કરી રહ્યું છે,જે આરોપીઓએ ગેરકાયદેસર બાંધકામ ઉભુ કર્યુ છે તે આરોપીઓના મકાનો એએમસી તોડી પાડશે અને લુખ્ખાઓને રોડ પર લાવી દેશે,આવી કાર્યવાહી થવી જ જોઈએ એટેલે બીજા ગુંડાઓ એમનેમ સુધરી જાય.


[[$googlead]]

વસ્ત્રાલમાં આતંક મચાવનાર સામે કાર્યવાહી

ગઈકાલે વસ્ત્રાલમાં આતંક મચાવનાર લુખ્ખાઓ સામે પોલીસે લાલઆંખ કરી છે,અને તંત્રએ પણ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવા માટે પોલીસને અને સ્થાનિકોને સાથ આપ્યો છે,ઉત્તરપ્રદેશના સીએમ યોગીની જેમ અમદાવાદમાં પણ AMCનું બુલડોઝર ફર્યુ છે,ત્યારે ગેરકાયદેસર બાંધકામ કરીને રહેતા આરોપીઓનું મકાન તોડી પડાયું છે,અમરાઈવાડીમાં લવજી દરજીની ચાલીમાં આ ડિમોલિશન કરવામાં આવ્યું છે,આરોપી રાજવીરસિંહ બિહોલાનું મકાન તોડી પાડવામાં આવ્યું છે.

[[$alsoread]]

પોલીસની ટીમ સાથે AMCનું બુલડોઝર પહોંચ્યું

આ સમગ્ર ઘટનામાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે,પોલીસને સાથે રાખીને ગેરકાયદેસર બાંધકામ પર હથોડો ફેરવી નાખવામાં આવ્યો છે.ત્યારે પોલીસ દ્વારા જે કામગીરી કરાઈ તેને લઈ આસપાસા સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે,ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે આરોપીઓ તેમને પણ હેરાનગતિ કરતા હતા,મકાન પણ જર્જરિત હતુ અને તોડી પડાયું છે,અમદાવાદ પોલીસ અને કોર્પોરેશનની ટીમ કામગીરી કરી રહી છે.

અમદાવાદમાં અસામાજિક તત્વો બન્યા બેફામ

અમદાવાદના વસ્ત્રાલમાં ફરી અસામાજિક તત્વો બેફામ બન્યા છે જેમાં અપશબ્દો બાલવાની ના પાડતા બબાલ કરવામાં આવી છે,સ્થાનિકો સાથે લુખ્ખાઓએ મારામારી કરી હતી,સોસાયટીમાં મરણ હોવાથી ધૂળેટી રમવાની ના પાડી અને સ્થાનિકો સાથે લુખ્ખાઓ બબાલ કરવા માટે આવી ગયા હતા તો પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.

 

  • Follow us on: