- કેન્દ્રીય મંત્રીની સૂચના બાદ આરોગ્ય વિભાગ હરકતમાં
- ગાંધીનગર કલેક્ટર, અધિકારી સાથે કરશે ચર્ચા
- 40થી વધુ કોલેરાગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ
ગુજરાતના કલોલમાં કોલેરાના કેસ વધતા તંત્ર હરકતમાં આવ્યું છે. જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ કલોલ જશે. તથા કેન્દ્રીય મંત્રીની સૂચના બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ગાંધીનગર કલેક્ટર, અધિકારી સાથે ચર્ચા કરશે. તથા 40થી વધુ કોલેરાગ્રસ્ત દર્દીઓ સારવાર હેઠળ છે.
અમિત શાહની સૂચના બાદ આરોગ્ય વિભાગ હરકતમાં
કેન્દ્રીય મંત્રી અમિત શાહની સૂચના બાદ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. કલોલમાં મંત્રી ઋષિકેશ પટેલ નિરીક્ષણ કરશે. કલોલમાં કોલેરાને નાથવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની તંત્રને તાકીદ કરી છે. જેમાં પાણીજન્ય રોગના અનેક કેસ બહાર આવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે. અમિત શાહે સ્થિતિનો તાગ મેળવી આરોગ્યમંત્રી સાથે વાતચીત કરી છે. તથા રોગચાળાને કાબૂમાં લેવા માટે તંત્રે જરૂરી કાર્યવાહી કરી છે.
કલોલ ખાતે કોલેરાના રોગચાળો ફાટી નીકળ્યો
ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે કોલેરાના રોગચાળો ફાટી નીકળ્યો છે. કોલેરાના રોગચાળાને શરૂઆતમાં જ નાથવા ત્વરિત પગલાંઓ લેવા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહે તંત્રને તાકીદ કરી છે. રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલ સાથે વાતચીત કરી, આ રોગચાળાને ત્વરિત નિયંત્રણમાં લેવા જિલ્લા કલેકટર સહિત સમગ્ર તંત્રને અમિતભાઇ શાહે સૂચના આપી છે. જેના પગલે કલેક્ટર સહિતના અધિકારીઓમાં દોડધામ મચી છે. રોગચાળાને કાબૂમાં લેવા માટે તંત્રે જરૂરી કાર્યવાહી કરી છે. ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઇ શાહે ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે ઉદભવેલા કોલેરાના રોગચાળાને શરૂઆતમાં જ નાથવા ત્વરિત પગલાંઓ લેવા તાકીદ કરી હતી.