કેન્દ્રીય મંત્રી અને ગાંધીનગર લોકસભા બેઠકના પ્રતિનિધિ અમિત શાહે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ગાંધીનગરમાં પેરા હાઇ પર્ફોર્મન્સ સ્પોર્ટ્સ સેન્ટરના નિર્માણ માટે ભૂમિપૂજન કર્યું હતું. ગુજરાતના રમતગમત મંત્રી હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર કેન્દ્ર આગામી બે વર્ષમાં રૂ. 316.82 કરોડના ખર્ચે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર બનાવશે.


[[$googlead]]

રમતગમત કેન્દ્રમાં 29માંથી 12 પેરાલિમ્પિક રમતો માટે તાલીમ કેન્દ્ર હશે. તેમાં સ્પોર્ટ્સ સાયન્સ લેબ પણ હશે. કેન્દ્ર તેની ડિઝાઇન અને મેકમાં સંપૂર્ણ સુલભતા ધરાવશે. 24,290 ચોરસ મીટરના સ્પોર્ટ્સ સેન્ટરમાં બે 400 સીટવાળા દરેક વિવિધલક્ષી હોલ અને ફિટનેસ કોચની જોગવાઈ સાથે નવીનતમ ફિટનેસ સેન્ટર હશે. તેમાં સિટિંગ વોલીબોલ, વ્હીલચેર રગ્બી, વ્હીલચેર બાસ્કેટબોલ, પેરા ડાન્સ સ્પોર્ટ્સ, પેરા પાવરલિફ્ટિંગ, બેડમિન્ટન, ટેબલ ટેનિસ, ગોલબોલ, જુડો, તાઈકવૉન્ડો, સ્વિમિંગ વગેરે રમતોની સુવિધાઓ હશે. 

મહાત્મા મંદિરમાં અમિત શાહના હસ્તે સ્પોર્ટ્સ સેન્ટરનું ભૂમિપુજન

[[$alsoread]]

ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહે મહાત્મા મંદિર ખાતે પેરા હાઇ પર્ફોર્મન્સ સ્પોર્ટ્સ સેન્ટરના નિર્માણ માટે ભૂમિપુજન કર્યું હતું. 316.82 કરોડના ખર્ચે પેરા હાઈ પરફોર્મન્સ સેન્ટર બનશે. જેમાં 12 પ્રકારની રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય રમતો માટે સુવિધા મળશે. 2 મલ્ટી પરપઝ હોલનું નિર્માણ કરાશે. આ ઉપરાંત ગાંધીનગર માટે 2 સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. રાજ્ય અને દેશના દિવ્યાંગો માટે સેન્ટરની શરૂઆત કરાવતા અમિત શાહે કહ્યું હતું કે PMએ નવી શિક્ષા નીતિ લાવી અને વિદ્યાર્થીઓનું વિચાર્યું છે.

ભૂપેન્દ્રભાઈને દરખાસ્ત મોકલુ અને પાસ થઈ જાય-અમિત શાહ 

ભૂપેન્દ્ર ભાઈ અને હર્ષ ભાઈનો ખુબ ખુબ આભાર માનું છું. ગાંધીનગર માટે ૨ સુવિધાઓ શરૂ કરવામાં આવી છે. હું સાંસદ બન્યો ત્યારથી ભૂપેન્દ્રભાઈને દરખાસ્ત મોકલું અને તેઓ પાસ કરી નાખે છે. રાજ્ય અને દેશના દિવ્યાગો માટે આ સેન્ટરની શરૂઆત થશે. પીએમ નવી શિક્ષા નીતિ લાવ્યા અને વિદ્યાર્થીઓના ભવિષ્ય વિશે વિચાર્યું. ભારતમાં કૃષિ વિકાસના શ્રી ગણેશ કાર્ય થયા છે. રાજ્ય અને કેન્દ્રની ૩૦૦ જેટલી સેવાઓ તમારા ઘરની નજીક મળે તેવી વ્યવસ્થા કરી રહ્યા છીએ. હવે તમામ કામ માટે તમારે તમારા ઘરથી 2km થી દૂર જવું નહીં પડે. હવે વચેટિયાઓના જમાના ગયા. ગ્રામ્ય વિસ્તારમાં 100 રૂપિયામાં બ્રોડબેન્ડ મળશે. 2014માં 1.3 mbps સ્પીડ હતી જે આજે 96 mbps છે.

ગુજરાતમાં ઉત્તમ સ્પોટ્સ સેન્ટર તૈયાર થશે-મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં નવા ભારત વિકસિત ભારત નિર્માણ થઈ રહ્યું છે. દિવ્યાંગ ખેલાડી પ્રતિષ્ઠાના ધરાવતા થયા છે. દેશ હવે ઓલમ્પિક જેવી રમતનું નેતૃત્વ કરવા માટે પણ તૈયાર છે. દેશના ખેલાડી અને ખાસ પેરા એથલેટિક દેશનું ગૌરવ વધાર્યું છે. રાજ્યમાં ઉત્તમ સ્પોટ્સ સેન્ટર તૈયાર થઈ રહ્યું છે. આ સેન્ટર પેરાગેમ્સ સાથે ખેલાડી વધુ આગળ વધે તેનું ઉત્તમ ઉદાહરણ છે. સમાજ નવું વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ છે. પેરા એથલેટિક માત્ર મેડલ નહીં પણ અનેક દિવ્યાંગ લોકો વિશ્વાસમાં વધારો કરે છે.

 દેશનું પહેલું હાઈ ટેક્નોલોજીકલ સેન્ટર સાબિત થશે-હર્ષ સંઘવી 

ગુજરાતમાં પેરા હાઈપરફોર્મન્સ સેન્ટરનું ભૂમિ પૂજન થવા જઈ રહ્યું છે. આ પેરા હાઈપરફોર્મન્સ સેન્ટર દેશનું પહેલું હાઈ ટેક્નોલોજીકલ સેન્ટર સાબિત થશે. ગુજરાતના અનેક ખેલાડીઓ વિશ્વભરમાં દેશનું નામ રોશન કર્યું છે. મેડિકલ સાયન્સ AI ટેક્નોલોજી થકી સારી ટેકનોલોજી મળી તે માટે સેન્ટર હશે. 100થી વધુ ખેલાડી અહીંયા રહી શકે તે પ્રકારનું આ પેરા હાઈપરફોર્મન્સ સેન્ટર હશે. આ સેન્ટર માટે અમિત શાહનો ખાસ આભાર માનીશ. દેશના ગૃહમંત્રી અનેક સુધારા આ પેરા હાઈપરફોર્મન્સ સેન્ટર કરવામાં મદદ કરી છે. આમાં સારામાં સારી ટ્રેનિંગ મળે તે માટે તૈયારી કરવામાં આવી રાહ છે. રાજ્ય સરકાર રાજ્યના ખેલાડીઓને તમામ પ્રકારની સુવિધા આપવા તૈયાર છે ત્યારે આગામી 2 વર્ષમાં આ સેન્ટર તૈયાર થઈ જશે તેવું હર્ષ સંઘવીએ કહ્યું હતું. 


  • Follow us on: